Breaking News : વરસોલા ગામમાં મિલમાં લાગેલી આગ હજી પણ વિકરાળ, 5 શહેરની ફાયર ટીમો લાગી કામે
મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDCમાં આવેલી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી. આગ કાબુમાં લેવા માટે 5 શહેરોની ફાયર ટીમો પ્રયાસ કરી રહી છે.

મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDC વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ પેપર મીલમાં રવિવાર બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની. મીલના બહારના વિસ્તારમાં પડેલા પેપરના પુંઠા અને રો-મટિરિયલ્સમાં આગ લાગી હતી, જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી ગઈ.
આગ કાબૂમાં લેવા મોટી મુશ્કેલી
આગ લાગી ત્યારથી લગભગ 4 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. નડિયાદ, આણંદ, અમદાવાદ, મહેમદાવાદ અને ખેડા સહિત 5 શહેરોની ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
તંત્ર સક્રિય:
-
પ્રશાસન અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીરIPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટોએરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટોશું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણોVastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે? -
વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.
-
આગ કાબૂમાં ન આવતાં આણંદ અને વિદ્યાનગરની ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી
સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યું દુઃખ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો પ્રારંભિક તબક્કામાં જ આગ કાબૂમાં લીધી હોત તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત નહીં.
પ્રાથમિક જાણકારી
વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની જાણકારી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ આકસ્મિક કારણોસર લાગ્યાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
વિકરાળ આગથી મોટું નુકસાન
આગના કારણે પેપર મીલમાં મોટાપાયે રો-મટીરીયલ સળગી ખાખ થઈ ગયું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ પેદા કર્યો છે. તંત્ર દ્વારા આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.