Ahmedabad: ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બપ્પાને આપી ભાવભરી વિદાય, ભક્તિભાવ પૂર્ણ રીતે બપ્પાનું વિસર્જન- જુઓ Photos
Ahmedabad: આજે ગણેશ પર્વનો છેલ્લો દિવસ. જ્યારે ગણેશજીની 10 દિવસની આરાધના બાદ આજે બાપાનું વિસર્જન ભક્તોએ કર્યું. જે વિસર્જન માટે અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી. રિવફ્રન્ટ ખાતે 9 થી વધુ કુત્રિમ કુંડ બનાવાયા. અમદાવાદમાં AMC દ્વારા વિસર્જન માટે 49 કેટલા કૃત્રિમ કુંડ બનાવ્યા. જે કુંડ ખાતે તરવૈયા અને amc નો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ તૈનાત પણ રખાઇ. બાપાના વિસર્જનમાં વિઘ્ન ન સર્જાય અને ધાર્મિક લાગણી ન દુભાય તેના પર વિશેષ ધ્યાન પણ આપવામાં આવ્યું.

Ahmedabad: વિસર્જનના દિવસે વહેલી સવારથી ગણેશ ભક્તો શુભ મુહૂર્તમાં વિઘ્નહર્તા વિનાયક દેવનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારથી રિવર ફ્રન્ટ ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ ઘરે બપ્પા નું વિસર્જન કર્યું અને ગણેશ પર્વની ઉજવણી કરી. અગ લે બરસ તું જલ્દી આના તેવી બાપ્પાને પ્રાર્થના પણ કરી.

ગણેશ પર્વની દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. જે ગણેશ પર્વ દરમિયાન ગણેશ ભક્તોએ વિવિધ થીમ અને શણગાર સાથે ગણેશ પર્વની ઉજવણી કરી. જે પ્રયાસને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિયેશન દ્વારા વધાવામાં આવ્યો છે. અને અમદાવાદ શહેરમાં શ્રેષ્ઠ મૂર્તિ, શ્રેષ્ઠ ડેકોરેશન તેમજ પ્રોત્સાહન ઇનામ સહિતના એવોર્ડ આપીને વિવિધ મંડળોને અને મંડળોના કાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ગણેશ પર્વનો આજે છેલ્લો દિવસ છે તે પહેલાં ઓઢવમાં રત્નમાલા સોસાયટી ખાતે કાર્યક્રમ યોજી વિવિધ મંડળોને સન્માનિત કરવામાં આવ્યા. જ્યાં ઉસ્માનપુરાના કર્ણાવતી કા રાજાને સૌથી મોટો એવોર્ડ લોકમાન્ય તિલક ટ્રોફી આપવામાં આવી. તેમજ મેમનગરના ગુરુકુળના રાજા, વસ્ત્રાલના વસ્ત્રાલ કા રાજા, પ્રેમ દરવાજાના ગણેશ, સરસપુર નાની વાસણ શેરીના ગણેશ અને ખોખરાના એક ગણેશ ને પાંચ શ્રેષ્ઠ મૂર્તિના એવોર્ડ અપાયા.

ઘોડાસરમાં કુમકુમ સોસાયટીમાં કેદારનાથ દર્શન, ખોખરામાં મ્યુનિસિપલ ગાર્ડન પાસે સ્થળ વિસર્જન મહત્વ અને ઝુંબેશ ડેકોરેશન, મણીનગરમાં ચા વાળી સોસાયટીના પર્યાવરણ જતન અને સંવર્ધન ડેકોરેશન, જીવરાજ પાર્કમાં માતૃ પિતૃ વંદન ડેકોરેશન જ્યારે દરિયાપુરમાં લુણસાવાડના ખાટું શ્યામ વર્ણન ડેકોરેશનને પાંચ શ્રેષ્ઠ ડેકોરેશનના એવોર્ડ અપાયા. સાથે 11 પ્રોત્સાહન ઇનામ પણ રખાયા. જેમાં ઓઢવના રત્નમાલા સોસાયટીના ક્રિષ્ના યુવક મંડળના ચંદ્રયાન ત્રણ ગણેશ થીમ ડેકોરેશનને પણ ઇનામ આપી પ્રોસાહિત કરાયા.

આ વર્ષે લાલ દરવાજા ભદ્રના મંગલ ભવન ખાતે ના ગણેશને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી જયંતી ઉજવતી સંસ્થાને પ્રોત્સાહિત કરાયા. જ્યારે નરોડા ના ઈચ્છામૂર્તિ ગણેશ અને અમરાઈવાડી ના હાટકેશ્વર ના ગણેશને 50 વર્ષ થતાં સુવર્ણ જયંતિ ઉજવતી સંસ્થા તરીકે સન્માનવામાં આવી. તેમજ કાલુપુર લાંબેશ્વર ની પોળ, દરિયાપુરના લુણસાવાડ ના ગણપતિ અને નરોડા ના ધર્મનાથ પ્રભુ સોસાયટીના ગણપતિને 25 વર્ષ થતા રજત જયંતિ ઉજવતી સંસ્થાથી સન્માનવામાં આવ્યા. સાથે જ યજમાન બહુમાન ટ્રોફી, દીર્ઘ સેવા બહુમાન અને શુભેચ્છા બહુમાન પણ કરવામાં આવ્યા. આ સાથે આજે જ્યારે ગણેશ પર્વનો છેલો દિવસ છે. જ્યારે લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે તેવા લોકોને વધુ જાગૃત બનવા એસોસિએશનના પ્રમુખે અપીલ કરી. તેમજ ઓઢવના શ્રી કૃષ્ણ યુવક મંડળે આગામી વર્ષે બુલેટ ટ્રેન પર થીમ બનાવવા તૈયારી દર્શાવી.