AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate: સોનાની લાંબી છલાંગ, ચાંદી પણ લયમાં આવી – જાણો આજનો ભાવ શું છે?

સોના-ચાંદીના ભાવમાં શુક્રવારના દિવસે નોંધપાત્ર વધારો થયો છે, જેને જોઈને રોકાણકારો આશ્ચર્યચકિત થયા છે. હવે સોના-ચાંદીનો ભાવ આગળ કઈ બાજુ વળાંક લેશે તેની કોઈને ખબર નથી. એવામાં ચાલો જાણીએ કે, આજના દિવસે સોના-ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે.

| Updated on: Jul 11, 2025 | 8:34 PM
Share
ગ્લોબલ માર્કેટમાં તણાવ અને સુરક્ષિત રોકાણોની વધતી માંગ વચ્ચે શુક્રવારે દિલ્હી બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. શુક્રવાર 11 જુલાઈનો દિવસ સોના-ચાંદીના ખરીદદારો માટે આશ્ચર્યજનક રહ્યો.

1 / 6
છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા હતા અને એવામાં શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો. બુલિયન બજારમાં બંને ધાતુઓના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો. 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 700 રૂપિયા વધીને 99,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. ગુરુવારે સોનું 98,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

2 / 6
વધુમાં જોઈએ તો, 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 600 રૂપિયા વધીને 98,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. સોના સિવાય ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી 1,500 રૂપિયાના ઉછાળા સાથે 1,05,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. ગુરુવારે ચાંદી 1,04,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

3 / 6
નિષ્ણાતોના મતે, અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધતા વેપાર તણાવને કારણે સોના-ચાંદી જેવી ધાતુઓની માંગ વધી છે. બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રોકાણકારો સલામત વિકલ્પની શોધમાં આ ધાતુ તરફ આકર્ષાઈ રહ્યા છે.

4 / 6
HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તેમણે અન્ય વેપાર ભાગીદારો પર 15 થી 20 ટકા ટેરિફ લાદવાનો પણ સંકેત આપ્યો છે. આનાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે અને સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે."

5 / 6
નોંધનીય છે કે, જ્યારે પણ ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા કે તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના અને ચાંદી તરફ વળે છે. જણાવી દઈએ કે, આને  "સુરક્ષિત રોકાણ" કહેવામાં આવે છે કારણ કે તેની કિંમત સ્થિર રહે છે અને તે ફુગાવા સામે રક્ષણ આપે છે. નિષ્ણાતો માને છે કે, જો અમેરિકાની ટેરિફ નીતિ અંગે વધુ કડક નિર્ણયો લેવામાં આવે અથવા ટ્રેડ વોરની સ્થિતિ વધુ ખરાબ થાય, તો સોના અને ચાંદીના ભાવ વધુ વધી શકે છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

g clip-path="url(#clip0_868_265)">