AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ લાવશે રૂ. 1,700 કરોડનો IPO, 17 ઓગસ્ટથી ખુલશે ઈશ્યૂ, જાણો પ્રાઇસ બેન્ડ અને વિગત

લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ લાવશે રૂ. 1,700 કરોડનો IPO, 17 ઓગસ્ટથી ખુલશે ઈશ્યૂ, જાણો પ્રાઇસ બેન્ડ અને વિગત

| Updated on: Aug 13, 2026 | 4:44 PM
Share

દક્ષિણ ભારતની જાણીતી લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રૂ. 190 થી 201 ની પ્રાઇસ બેન્ડ સાથેનો આ IPO 17થી 19 ઓગસ્ટ સુધી ખુલશે. વાંચો લોટ સાઈઝ અને લિસ્ટિંગ ડેટ સહિતની તમામ વિગત.

દક્ષિણ ભારતની અગ્રણી જ્વેલરી રિટેલર લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ રૂ. 1,700 કરોડનો IPO લઈને શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. આ ઈશ્યૂ 17થી 19 ઓગસ્ટ સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે, જ્યારે એન્કર ઈન્વેસ્ટર્સ 14 ઓગસ્ટથી બિડિંગ કરી શકશે. શેરનું લિસ્ટિંગ 24 ઓગસ્ટના રોજ BSE અને NSE પર થશે.
આ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ માટે 14 ઓગસ્ટના રોજ શુક્રવારે બિડિંગની પ્રક્રિયા યોજાશે.

કંપનીએ શેરદીઠ રૂ. 190 થી 201 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને 1 લોટમાં 74 શેર રહેશે. ઉપલી પ્રાઇસ બેન્ડ પર કંપનીનું વેલ્યુએશન રૂ. 11,250 કરોડ અંદાજવામાં આવ્યું છે. આ IPO માં રૂ. 1,200 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 500 કરોડનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. ફ્રેશ ઈશ્યૂમાંથી મળતી રકમનો ઉપયોગ નવા સ્ટોર્સ ખોલીને નેટવર્ક વિસ્તારવા માટે થશે.

અમદાવાદ અને મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં ચેરમેન અને MD એમ. કિરણ કુમાર જૈને આયોજનની માહિતી આપી હતી. કંપની દક્ષિણ ભારતના 51 શહેરોમાં 61 સ્ટોર્સ અને 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે.

નવા શેરના ઇશ્યૂથી મળનારી રકમનો મુખ્ય ઉપયોગ કંપનીના સ્ટોર નેટવર્કના વિસ્તરણ અને નવા સ્ટોર ખોલવા માટે કરવામાં આવશે.. લલિતા જ્વેલરી તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં 61 થી વધુ શોરૂમ ધરાવે છે.  જેમાં 45 સ્ટોર્સ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં છે, જે કંપનીની આવકમાં 60.25 ટકાનો ફાળો આપે છે… કંપનીનાં બે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ કાર્યરત છે..જે ગ્રાહકોને BIS હોલમાર્કવાળા ઘરેણાંની વિશાળ રેન્જ પુરી પાડે છે.

સરકારની તિજોરી છલકાઈ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23% વધીને ₹8.11 લાખ કરોડ પહોંચ્યું, STT કલેક્શનમાં 51% નો મોટો ઉછાળો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">