Gujarati News » Elections » Gujarat assembly election » For voting awareness Junagadh district administration has taken a unique initiative to vote by arranging health check up along with vaccination and treatment
Junagadh News : મત આપો…પશુઓનું ચેકઅપ કરાવો, મતદાન જાગૃતિ માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ
Gujarat Elections 2022 : ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે વોટ શરૂ થઈ ગયું છે તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મતદાન જાગૃતિ માટે અનોખી રીતે પહેલ કરી છે.
વધારેમાં વધારે લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ અનોખી પહેલ કરી છે.
1 / 6
જિલ્લા વહીવટી તંત્રએ ગ્રામ્ય વિસ્તારના મતદારોને આકર્ષિત કરવા માટે પશુઓની પ્રાથમિક સારવાર અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું શાનદાર આયોજન કર્યું છે.
2 / 6
હેલ્થ ચેકઅપની સાથે રસીકરણ અને સારવારની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ આયોજનનો લોકો લાભ લેતા પણ જોવા મળી રહ્યા છે.
3 / 6
મતદાન પર્વ નિમિત્તે દેશમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનું આયોજન થયું એવું જણાવવામાં આવી રહ્યું છે.
4 / 6
લોકો પોતાના પશુ સાથે મતદાન કરવા પહોંચ્યી રહ્યા છે અને પશુ ડોક્ટરો પાસે પશુઓનું ચેકએપ પણ કરાવી રહ્યા છે.
5 / 6
શરૂઆતના 2 કલાકમાં 150થી વધુ પશુઓની સારવાર અને ચેકઅપ કરવામાં આવ્યું છે અને આ વહીવટી તંત્રનાં નવ પ્રયાસને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.