
યુપીએસસી
યુપીએસસી એવા ઉમેદવારો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે કે જેઓ IAS, IPS, IRS, IFC સહીતના સનદી અધિકારી બનવાના સપના જુએ છે. યુપીએસસીનું પુરૂં નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી, તમે સિવિલ સર્વિસ ઓફિસર બનીને દેશ માટે સેવાકીય યોગદાન આપી શકો છો. યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન અને દિશાની જરૂર હોય છે. જો આ પરીક્ષાની તૈયારી આયોજન સાથે કરવામાં આવે તો સક્સેસ ચોક્કસપણે મળે જ છે.
યુપીએસસી એ ભારતની કેન્દ્રીય એજન્સી છે, જે સરકારી સેવાઓમાં ભરતી માટે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. યુપીએસસી ઉમેદવારોને સિવિલ સેવાઓ તેમજ સંરક્ષણ સેવાઓ બંનેમાં ભરતી કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની પોસ્ટ માટે ભરતી પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 થી 15 લાખ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પરીક્ષા માટે અરજી કરે છે.
2024 UPSCમાં ગુજરાતની 2 દીકરીઓએ મેદાન ગજવ્યું, જાણો બીજા ક્રમે આવેલી હર્ષિતા શાહે શું કહ્યું?
2024 UPSC પરીક્ષામાં ટોપ 10માં ગુજરાતની 2 દીકરીઓએ મેદાન ગજાવ્યું છે. હર્ષિતા શાહે ઓલ ઓવર ઈન્ડિયા રેંકમાં બીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે માર્ગી શાહે ચોથો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના સ્મિત પંચાલે પોતાની ગૂંજ વગાડી છે. સ્મિત પંચાલે ઓલ ઓવર ઈન્ડિયામાં 30મો ક્રમ મેળવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2025
- 5:46 pm
UPSC પરીક્ષામાં ટોપ કરનાર શક્તિ દુબે કોણ છે ?
સિવિલ સર્વિસીસ (પ્રી) પરીક્ષા, 2024, ગયા વર્ષે 16 જૂનના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 9,92,599 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,83,213 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમાંથી કુલ 14,627 ઉમેદવારોએ લેખિત (મુખ્ય) પરીક્ષા પાસ કરી છે.
- Ravi Prajapati
- Updated on: Apr 22, 2025
- 4:30 pm
Breaking News: UPSC સિવિલ સેવા 2024નું પરિણામ જાહેર, ગુજરાતનાં ત્રણ ઉમેદવારો થયા ટોપર્સ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2025
- 3:22 pm
ભારતમાં કઈ કોલેજમાંથી નીકળે છે સૌથી વધુ IAS ? કહેવાય છે તેને UPSC ફેક્ટરી
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ કોલેજ માંથી 1975 થી 2014 સુધીમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષા પાસ કરી છે.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 3:46 pm
પતિ છે IAS, પોતે એક બાળકની છે માતા છતાં ફિટનેસમાં એક્ટ્રેસને ટક્કર આપે છે આ મહિલા IPS, જુઓ Photos
2018 બેચની IPS અધિકારી નવજોત સિમીની સફળતાની વાત અહીં કરવામાં આવી છે. ડેન્ટિસ્ટરીનો અભ્યાસ કર્યા પછી, તેમણે UPSC CSE પાસ કરીને IPS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. હાલ બિહાર કેડરમાં સેવા આપતી નવજોત સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા અને સફળતા બંને માટે ચર્ચામાં છે.
- Sagar Solanki
- Updated on: Mar 1, 2025
- 2:41 pm
Lady DSP : હિસ્ટ્રીશીટરોને પકડનારી મહિલા DSP છે ફિટનેસ ક્વીન જુઓ તસવીરો
ડીએસપી પ્રિયંકા બાજપાઈએ યુપી PCS જેવી કઠિન પરીક્ષા બે વખત પાસ કરી અને ઇતિહાસ રચ્યો છે. જોકે હાલમાં તેણી ફિટનેસ ક્વીન તરીકે પ્રખ્યાત છે.
- Sagar Solanki
- Updated on: Feb 24, 2025
- 4:47 pm
IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
રાજ્ય સરકાર અને ભારત સરકાર બંને પાસે IAS અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સત્તા છે. પરંતુ આ પ્રક્રિયા સ્પષ્ટ નિયમો અને અધિકારક્ષેત્ર હેઠળ કરવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Jan 9, 2025
- 4:00 pm
પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી કરી બરતરફ
કેન્દ્ર સરકારે શનિવારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ IASની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
- Dilip Chaudhary
- Updated on: Sep 7, 2024
- 7:29 pm
ના કરતા ટ્રેઇની IAS પૂજા ખેડકર જેવી ભૂલ, નહીં તો રદ થઇ જશે નોકરી, જાણો ક્યાં દસ્તાવેજમાં છેડછાડથી જતી રહે છે નોકરી
ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે. હાલમાં તે પ્રોબેશન પર હતી, પરંતુ તેને કાયમી નિમણૂક પહેલા જ કાઢી મૂકવામાં આવી હતી. વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર પર નકલી દસ્તાવેજો દ્વારા નોકરી મેળવવાનો આરોપ હતો.
- Dhinal Chavda
- Updated on: Jul 31, 2024
- 7:20 pm
ટ્રેઇની IAS પૂજા ખેડકર બરતરફ, UPSC દ્વારા બ્લેકલિસ્ટ, હવે નહીં આપી શકે આ સરકારી પરીક્ષા
ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હવે તે ક્યારેય યુપીએસસીની પરીક્ષા આપી શકશે નહીં. પંચે તેમની ઉમેદવારી પણ રદ કરી દીધી છે.
- Dhinal Chavda
- Updated on: Jul 31, 2024
- 6:06 pm
UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 16મી જૂને લેવામાં આવી હતી. જેમાં 13 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે યુપીએસસી મેન્સ પરીક્ષા આપશે. ત્યાર બાદ ઈન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.
- Dilip Chaudhary
- Updated on: Jul 1, 2024
- 9:22 pm