માવઠું કમોસમી વરસાદ
માવઠું અથવા કમોસમી વરસાદ એટલે ચોમાસાના 4 મહિના સિવાયના સમયગાળા દરમિયાન વરસતો વરસાદ. મોટાભાગે માવઠું શિયાળામાં અને ઉનાળામાં થતું હોય છે. કેટલીક વખત ભારે વરસાદ પણ વરસતો હોય છે. જે વરસાદના કારણે શિયાળું પાક અને ઉનાળુ પાક બગડી જાય છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા વરસાદને કમોસમી વરસાદ કે માવઠું કહેવાય છે.
ભારતમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહે છે. જો ઓક્ટોબર, નવેમ્બર કે ફેબ્રુઆરી-માર્ચ જેવા સમયગાળામાં વરસાદ પડે, તો તેને કમોસમી વરસાદ કહેવાય છે. આ વરસાદ ખેતી અને વાતાવરણ પર અસર કરી શકે છે, જેમ કે પાકને નુકસાન, તાપમાનમાં ફેરફાર, અથવા ઠંડી વધારવી. મોટાભાગે કમોસમી વરસાદ હવામાનમાં ફેરફારને કારણે પડતો હોય છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ઉત્પાદન ખર્ચ માથે પડ્યો, રડતા રડતા જણાવી વ્યથા- VIDEO
રાજ્યના ખેડૂતોની ચારે બાજુથી જાણે માઠી દશા બેઠી છે. પહેલા માવઠાએ વિનાશ વેર્યો અને ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો. તો હવે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તો માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની આવક પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી ખેડૂતો આગામી ત્રણ દિવસ ડુંગળીનું વેચાણ કરી શકશે નહીં.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2025
- 3:16 pm
આજનું હવામાન : ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. ઠંડીનો પારો ધીરે ધીરે ગગડી શકે છે. આગાહી મુજબ ઠંડીની શરૂઆત તો થઇ ગઇ છે. પરંતુ આગામી 5 દિવસ સુધી કડકડતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 8:06 am
આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી, આ વિસ્તારોમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં શિયાળાની સિઝન તો શરૂ થઇ છે, પરંતુ ઠંડી જાણે કે ગાયબ છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ કડકડતી ઠંડી માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીઓના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યનું તાપમાન સુકુ રહેશે.
- Disha Thakar
- Updated on: Dec 11, 2025
- 8:52 am
આજનું હવામાન : ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
- Disha Thakar
- Updated on: Dec 10, 2025
- 8:12 am
આજનું હવામાન : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં થશે અસર, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
- Disha Thakar
- Updated on: Dec 9, 2025
- 8:19 am
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી, 5 હજાર ખેડૂતોને ચુકવાયા 11 કરોડ 27 લાખ- Video
સુરત જિલ્લામાં ઓક્ટોબરમાં થયેલા માવઠાને કારણે પાકને થયેલા નુકસાન બદલ સરકારે ઝડપી સહાય ચૂકવી છે. માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોને ₹11.27 કરોડની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 8, 2025
- 9:24 pm
આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો! અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Dec 7, 2025
- 7:50 am
આજનું હવામાન : અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી, જુઓ Video
ઓક્ટોબર બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે.
- Disha Thakar
- Updated on: Dec 6, 2025
- 8:40 am
આજનું હવામાન : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
- Disha Thakar
- Updated on: Dec 5, 2025
- 7:55 am
આજનું હવામાન : ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત ! અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Dec 4, 2025
- 8:03 am
આજનું હવામાન : ગુજરાત પર માવઠાનું સંકટ ! ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
- Disha Thakar
- Updated on: Dec 3, 2025
- 8:00 am
આજનું હવામાન : વાવાઝોડા સંકટ ટળ્યું પણ માવઠાનું સંકટ યથાવત ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. તો હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.
- Disha Thakar
- Updated on: Nov 29, 2025
- 7:38 am
આજનું હવામાન : ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું છે. જેમાં સૌથી ઓછું તાપમાન ગુજરાતના નલિયામાં નોંધાય છે. જો કે આગામી 7 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Nov 26, 2025
- 7:47 am
આજનું હવામાન : વાવાઝોડાની આગાહી વચ્ચે વધશે ઠંડી ! હવામાન વિભાગે આ વિસ્તારમાં કરી ભારે વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે ભયજનક આગાહી કરી છે.
- Disha Thakar
- Updated on: Nov 25, 2025
- 7:48 am
આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી વચ્ચે વાવાઝોડાના એંધાણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
- Disha Thakar
- Updated on: Nov 23, 2025
- 7:46 am