AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : થોડા જ કલાકમાં ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ! 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Breaking News : થોડા જ કલાકમાં ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ! 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ
| Updated on: Feb 23, 2026 | 9:36 AM
Share

ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

11 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર

હવામાન વિભાગે સવારે 11 વાગ્યા સુધી માટે પાંચ જિલ્લાઓમાં નાઉકાસ્ટ જાહેર કર્યું છે. તેમાં સુરતભરૂચતાપીનર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ અચાનક વરસાદ પાકને અસર કરી શકે છે. ખાસ કરીને કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તરફ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશાથી આવતી ભેજયુક્ત પવન અને વાતાવરણમાં સર્જાયેલા દબાણના ફેરફારને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આગામી 24 કલાક સુધી વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને વીજળી-ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની તાજી અપડેટ પર નજર રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં સીઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ

મહત્વનું છે કે અમદાવાદમાં સીઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી રહ્યું છે, જ્યારે આગામી અઠવાડિયા સુધી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો માહોલ રહેવાની શક્યતા છે; રાજ્યના 7 શહેરોમાં પારો 35 ડિગ્રીથી ઉપર રહ્યો છે જેમાં રાજકોટ અને અમરેલીમાં 35.9 ડિગ્રી, અમદાવાદ અને સુરતમાં 35.4 ડિગ્રી તેમજ વડોદરા અને ભુજમાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

 ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. હવામાન વિભાગ દ્વારા તેને લઇને આગાહી કરવામાં આવે છે.  TV9 ગુજરાતી દ્વારા આ રોજે રોજના હવામાન વિશે આગાહી કરવામાં આવે છે.જેને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">