Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ, 7 દિવસ તાપમાન રહેશે યથાવત્, જુઓ Video
હવામાન વિભાગની આગાહી છે કે હાલ ઉત્તર ભારતમાં જેવી રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે આપણા રાજ્યમાં પણ સ્થિતિ બગડી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જો માવઠુ થશે. તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે.માવઠાના કહેર વચ્ચે રાજ્યમાંથી ઠંડી અચાનક જ ગાયબ થઇ ગઇ છે. વહેલી સવારે અને મોડી રાત્રે જ હવે ઠંડીનો ચમકારો જોવા મળે છે. જો કે બપોરે ગરમીનો અહેસાસ થાય છે.
હવામાન વિભાગની આગાહી છે કે હાલ ઉત્તર ભારતમાં જેવી રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે આપણા રાજ્યમાં પણ સ્થિતિ બગડી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જો માવઠુ થશે. તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે.માવઠાના કહેર વચ્ચે રાજ્યમાંથી ઠંડી અચાનક જ ગાયબ થઇ ગઇ છે. વહેલી સવારે અને મોડી રાત્રે જ હવે ઠંડીનો ચમકારો જોવા મળે છે. જો કે બપોરે ગરમીનો અહેસાસ થાય છે.
રાજ્યમાં આવતા સાત દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે રાજ્યમાં કોઈ મોટો હવામાન બદલાવ જોવા મળવાનો નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય તુલનામાં લગભગ 6 ડિગ્રી ઊંચું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ તાપમાન અને આબોહવા સામાન્યથી ખૂબ અલગ નથી થવાના સંકેતો છે.
ખેડૂતોએ ભારે મહેનત બાદ રવિ પાક તૈયાર કર્યો છે, ત્યારે આ માવઠું તેમના માટે ‘આફત’ સમાન સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોના મતે, આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ અને જીવાત પડવાની પૂરેપૂરી શક્યતા છે. જો વરસાદી માહોલ વધુ સમય ચાલશે, તો તૈયાર થયેલો પાક બગડી શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યના અનેક જિલ્લામાં હાલ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ છે..એટલે અચાનક ઠંડી ગાયબ થઇ ગઇ છે. પવનની દિશામાં બદલાવ ન આવતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફારની કોઈ શક્યતાઓ નથી.
આજનું હવામાન
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીની ધીમી વિદાય જોવા મળી છે. નલિયાને બાદ કરીને અન્ય તમામ જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર નોંધાયું છે, જ્યારે 3 થી વધુ જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી કે તેથી વધુ રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં 15.8 અને ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદમાં 18.7 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી, રાજકોટમાં 16.4 અને સુરતમાં 20.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 20.8 ડિગ્રી, દીવમાં 19 ડિગ્રી અને વેરાવળમાં 22 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
