રાજકોટ જિલ્લામાં ભૂકંપને પગલે વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે અલગ અલગ ટીમોને સાવચેતીના પગલાં તરીકે એલર્ટ કરી છે. ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુરમાં આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમજ જૂની બિલ્ડિંગમાં ચાલતી સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ માટે રજા આપવામાં આવી છે. જોકે સરકારી શાળાના શિક્ષકોને શાળામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ તલાટી મંત્રીઓને તેમના ફરજ સ્થળે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પણ PHC સેન્ટરમાં હાજર રહેવા જણાવાયું છે. હાલ સુધી ભૂકંપને કારણે કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન નોંધાયું નથી.
09 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, બે દિવસ બાદ ઠંડીથી મળશે આંશિક રાહત
આજે 09 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 09 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
નર્મદા: રાજપીપળામાંથી 37 વાઘના ચામડા અને નખ મળતા IB ને સોંપાઈ તપાસ
નર્મદા: રાજપીપળામાંથી 37 વાઘના ચામડા અને નખ મળતા IB એ તપાસ શરૂ કરી છે. મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. માધવાનંદ સ્વામીનો અમેરિકામાં સંપર્ક હોવાનું ખુલ્યું છે. સ્વામી કોના સંપર્કમાં હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ધરમેશ્વર મહાદેવ મંદિરના મકાનમાંથી વાઘના ચામડા મળ્યા હતા. 37 વાઘના આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 નખ મળ્યા છે. સમગ્ર મામલે મંદિરમાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ
પંચમહાલના હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ. હાલોલના ટીંબી રોડ પર સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી મહિલાના પાંચ માસના બાળકનું અજાણી સ્ત્રીએ અપહરણ કર્યું. મધરાતે માતાની સાથે સુતા બાળકને ઉઠાવી અજાણી મહિલા ફરાર થઇ ગઇ. બાળક ન મળતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાણ કરતા પોલીસે વિવિધ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી છે.
-
-
સરકારને ઘેરવાના પ્રયાસ બાદ ભારતીય કિસાન સંઘ ફરી પાણીમાં
સરકારને ઘેરવાના પ્રયાસ બાદ ભારતીય કિસાન સંઘ ફરી પાણીમાં બેસી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. ભારતીય કિસાન સંઘે તેમનું આંદોલન સ્થગિત રાખ્યું છે. અગાઉ ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સામે બાંયો ચઢાવી હતી. ઉગ્ર આંદોલન કરવાની ગત મહિને ચીમકી આપી હતી. મહાત્મા મંદિર પાસે જ ભારતીય કિસાન સંઘનો કાર્યક્રમ હતો. 12 જાન્યુ.એ ‘ચલો ગાંધીનગર’ નામે કાર્યક્રમ નક્કી થયો હતો. સમગ્ર રાજ્યમાંથી 70 હજાર જેટલા ખેડૂતો એકઠા થવાના હતાં. ઉગ્ર આંદોલનની ચીમકી બાદ આંદોલન સ્થગિત કરાયું છે. સરકારે 12 માંગણી સ્વીકારતા આંદોલન સ્થગિત કરાયાનો દાવો કરાયો છે.
PM મોદી અને જર્મનીના ચાન્સેલરના રૂટ પર જ ભારતીય કિસાન સંઘનું આંદોલન હતું. જે બાદ બેઠકોનો દૌર પણ શરૂ થયો હતો. ભારતીય કિસાન સંઘની કૃષિમંત્રી, ઊર્જામંત્રી સહિતના મંત્રીઓ સાથે બેઠક થઈ હતી. તો કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને સરકારે 12 માંગણી સ્વીકારવાને લીધે આંદોલન સ્થગિત કર્યાનો ભારતીય કિસાન સંઘનો દાવો છે.
-
વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર ચડાવવાનો પ્રયાસ
અમદાવાદના ટ્રાફિક પોલીસ દ્વારા ભાડજ સર્કલ ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકએ પૂરઝડપે કાર હંકાવી. જેથી કોન્સ્ટેબલે કારનું બોનેટ પકડી લેતા આરોપીઓએ પોલીસકર્મીની બોનેટ પર લટકતી હાલતમાં જ દોઢ કિમી સુધી કાર ચલાવી હેબતપુર બ્રીજ પહેલા ટ્રાફીક જામ થતાં કાર ધીમી પડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નીચે પટકાયો હતા જેમાં તેને ઇજા પહોચીયય જ્યારે કારની પાછળની સીટમાં બેસેલ ઇસમ કારમાંથી નીચે ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે સોલા પોલીસએ કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
-
વડોદરાઃ નવાયાર્ડમાં હિટ એન્ડ રનનો કેસ
વડોદરાઃ નવાયાર્ડમાં હિટ એન્ડ રનનો કેસ નોંધાયો. અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. ડમ્પરની અડફેટે મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું. રોડ પર પટકાતા આધેડ પર ડમ્પરના ટાયર ફરી વળ્યાં. નિવૃત્ત રેલવેકર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો
-
-
બનાસકાંઠા: જિલ્લામાં ઓરીનો રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં
બનાસકાંઠા: જિલ્લામાં ઓરીનો રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. એક મહિનામાં 26 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયુ છે. ધાનેરા તાલુકામાં કેસ વધતા આરોગ્ય કમિશનરે જિલ્લાની મુલાકાત લીધી હતી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક થઈ હતી. ધાનેરા તાલુકામાં ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયુ છે. આશાવર્કર બહેનો અને હેલ્થ વર્કર્સ દ્વારા ઘરે-ઘરે તપાસ હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઓરીના રસીકરણ માટે 48 ટીમો બનાવાઈ છે. 9 મહિનાથી 5 વર્ષના બાળકોને ઓરીનો બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર વર્ષની વાત કરીએ તો ઓરીના 34 જેટલાં કેસ સામે આવ્યા છે. જેમાંથી 26 માત્ર ડિસેમ્બર મહિનામાં જ સામે આવ્યા છે. એક જ મહિનામાં ઓરીના 26 કેસ પોઝિટિવ આવતા. તંત્ર હાલ એલર્ટ મોડમાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શિયાળામાં આ વાયરલ ઈન્ફેક્શન વકરવાનું જોખમ વધી જતું હોય છે.
-
બગદાણાના સેવક પર હુમલાના કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત
ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ પોરબંદરમાં સમસ્ત કોળી સમાજના જિલ્લાના આગેવાનોએ એકઠાં થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું અને કોળી સમાજના યુવાન પર હુમલો કરનાર શખ્સો અને કાવતરામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધવા માગ કરી. આ સમયે જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
-
બનાસકાંઠા: કાકવાડા ગામના લોકોને પૂલ ન મળતા કલેક્ટર કચેરીએ કર્યા ધરણા
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સ્થાનિકો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં બાળકો અને વૃદ્ધો પણ જોડાયા હતા. કલેક્ટર કચેરી બહાર જ. ગ્રામજનો ધરણા પર બેસી ગયા. કારણ કે તેમની ધીરજનો બાંધ હવે તૂટી ચુક્યો છે. સતત ત્રણ વર્ષથી બનાસ નદી પર પુલની માગ છતાં હજુ સુધી તેમને પુલ નથી મળ્યો.
-
રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યુ સોમનાથ મંદિર
સોમનાથ મંદિરે શૌર્ય ગાથાના સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિર લાઈટોથી ઝગમગી ઉઠ્યું. સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. સોમનાથનું અડિખમ મંદિર જાણે સ્વયં પોતાની શૌર્ય ગાથા અને ઈતિહાસને વર્ણવતું હોય તેવો દિવ્ય નજારો જોવા મળ્યો. મહત્વનું છે કે શૌર્ય ગાથામાં જોડાવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દેશભરમાંથી ઉમટી રહ્યા છે. ત્યારે 500થી વધુ સાધુઓ દ્વારા ડાક- ડમરૂ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાધુ સંતોએ શંખ ચક્રથી હમીરજી સર્કલ સુધી ડાક અને ડમરૂ વગાડીને વિશાળ રેલીમાં ઉત્સાહ ભેર ભાગ લીધો. મહત્વનું છે કે આજે સંધ્યા સમયે સાધુ સંતો દ્વારા સોમનાથમાં રવેડી યાત્રા યોજવામાં આવશે. જેમાં ડાક અને ડમરૂના અવાજ અને હર હર મહાદેવના જયકાર સાથે પ્રભાસ તીર્થ ગુંજી ઉઠશે.
-
સુરતઃ અખાદ્ય પાણીપુરી સામે મનપાની લાલ આંખ
સુરતઃ અખાદ્ય પાણીપુરી સામે મનપાએ લાલ આંખ કરી છે. 4 હજાર પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તંત્ર દ્વારા કાર્યાવાહી કરવામાં આવી છે. અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા કરી પાણીપુરી વેચતા વિક્રેતાઓ સામે કાર્યાવાહી કરી છે. પાણીપુરીનો અખાદ્ય મસાલો અને પાણીનો નાશ કરાયો છે. ગંદકીવાળી જગ્યા પર પાણીપુરી ન ખાવા લોકોને અપીલ કરી છે.
-
ભાવનગરઃ નવનીત બાલધીયાને માર મારવા મામલે કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર
ભાવનગરઃ નવનીત બાલધીયાને માર મારવા મામલે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. SIT ની ટીમે 8 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. SIT દ્વારા ગુનાહિત ષડયંત્ર રચવાનો ગુનો દાખલ કરાયો છે. તમામ 8 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લેવાની કાર્યાવાહી હાથ ધરાઈ છે.
-
સાબરકાંઠાઃ હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ
સાબરકાંઠાઃ હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. બસ સ્ટેશન નજીકથી ચાઇનીઝ દોરી સાથે 2ની ધરપકડ કરાઈ. ચાઇનીઝ દોરીની હેરફેર કરતી વખતે સમયે બે આરોપી ઝડપાયા છે. પોલીસે ચાઇનીઝ દોરીની 25 રીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
-
વડોદરાઃ ધારાસભ્યોના લેટર બૉમ્બ મામલે વડોદરાના સાંસદનું નિવેદન
વડોદરાઃ ધારાસભ્યોના લેટર બૉમ્બ મામલે વડોદરાના સાંસદ ડૉ હેમાંગ જોશીએ TV9 સાથેની વાતચીતમાં પોતાનો બચાવ કર્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ પર વિકાસ કાર્યો માટે એક સરખું દબાણ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટીમ તરીકે કામ કરવું જોઈએ. ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મળી વિકાસ માટે કામ કરે છે. સરકાર આ વિવાદનો સુખદ ઉકેલ લાવશે તેનો મને વિશ્વાસ છે. લોકોના કામ વહેલી તકે પુરા થાય તે માટે હું બધા સાથે મળી ટીમ વડોદરા તરીકે કામ કરીશ.
-
અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ
અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં સ્કાયવોક ફ્લેટમાં રહેતા એક યુવકને બેઝમેન્ટમાં આવવા-જવા મામલે સોસાયટીના જ અન્ય શખ્સ અને તેના મિત્ર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ખોટો રોફ જમાવવા બદલ આ શખ્સોએ યુવકને લાફા ઝીંક્યા અને જમીન પર પણ પટક્યો.. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.. જેમાં છેલ્લે છેલ્લે એક શખ્સ પથ્થર લઈને યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ જાય છે. જો કે નજીવી બાબતે આરોપીઓએ યુવક પર હુમલો કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદને આધારે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં 21 ભૂકંપના આંચકા
રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં 21 ભૂકંપના આંચકા અનુભવાયા. તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટા પાસે નોંધાયુ. ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં સૌથી વધુ અસર જોવા મળી. ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટરે નિવેદન આપ્યુ કે ઊંડાઈ ઓછી હોવાને કારણે ધ્રુજારી વધુ અનુભવાઇ. આવા આંચકાને જિઓલોજિકલ ટર્મમાં SWARM એક્ટિવિટી કહેવાય. સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળ પરિવર્તનથી આંચકા આવ્યાની શક્યતા છે. હજુ પણ આવા આંચકાઓ અનુભવાઈ શકે. આવા આંચકાઓ ચિંતાનો વિષય નથી.
-
રાજકોટ જિલ્લામાં સતત ભૂકંપને લઈને તંત્ર એક્શનમાં
રાજકોટ જિલ્લામાં સતત ભૂકંપને લઈને તંત્ર એક્શનમાં છે. જેતપુરમાં મામલતદારે આપાતકાલીન બેઠક બોલાવી. નગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાના અધિકારીઓ હાજર રહ્યા. આંચકાઓને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. શિક્ષકો, તલાટીઓ તથા આરોગ્ય સ્ટાફને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ભૂકંપને લઈને ભય ન ફેલાવે તેવી સૂચના આપવામાં આવી. નગર પાલિકા દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો.
-
ગાંધીનગર: ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો કેસ આવતા હડકંપ
ગાંધીનગર: ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો કેસ આવતા હડકંપ મચ્યો છે. પિંડારડા ગામમાં 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પશુપાલન સાથે સંકળાયેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગામમાં આરોગ્યની 5 ટીમ દ્વારા 237 ઘરના 1 હજાર 34 લોકોનો સર્વે હાથ ધરાયો. પશુપાલન વિભાગે 500થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી. રોગ પશુઓમાં ન ફેલાય તે અંગે પણ કામગીરી શરૂ કરાઈ. 25 દિવસ પહેલા યુવક રાજસ્થાન અને પાલનપુરથી પશુઓ લાવ્યો હતો. 10 દિવસથી બીમાર હોવાથી યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના સેમ્પલ લઈ પુના મોકલવામાં આવ્યાં.
-
દેવભૂમિ દ્વારકાઃ બરડા ડુંગરમાં નશાના કારોબાર પર કાર્યવાહી
દેવભૂમિ દ્વારકાઃ બરડા ડુંગરમાં નશાના કારોબાર પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સંપૂર્ણપણે ધ્વસ્ત કરી. સ્થળ પર જ 2000 લિટર દારૂનો આથો નષ્ટ કરાયો. 250 લિટર દેશી દારૂનો જથ્થો પણ નાશ કરાયો. પોલીસના દરોડાથી આરોપી ફરાર થયો.
-
રાજકોટઃ ભૂકંપને કારણે વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના
-
ગાંધીનગરઃ 12 જાન્યુઆરીએ PM મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે
ગાંધીનગરઃ 12 જાન્યુઆરીએ PM મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટની શરૂઆત કરાવશે. PM ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે. ગુજરાતને 5 નવા મેટ્રો સ્ટેશનની ભેટ મળશે. અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશન કાર્યરત થશે.
-
સરસપુરમાં ડ્રેનેજનું ઢાંકણું બાળક પર પડતા મોત
અમદાવાદ: AMCની બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો. સરસપુરમાં ડ્રેનેજનું ઢાંકણું બાળક પર પડતા મોત થયુ. કામ પૂર્ણ થયા બાદ ઢાંકણનો નિકાલ ન કરતા દુર્ઘટના સર્જાઇ. AMC ઇજનેર વિભાગની બેદરકારી આવી સામે 4 વર્ષના બાળક પર રમતા-રમતા ઢાંકણુ પડ્યું. સારમાર માટે ખસેડતા તબીબે મૃત જાહેર કર્યુ.
-
સુરતઃ કોર્પોરેશનની બેદરકારીનો નમૂનો, ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની પાઈનલાઈન નાખી દેવાઈ !
સુરતમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની પાઈપલાઈન નાખી દેવામાં આવી હતી. આ બાબતનો વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નોંધ લીધી હતી અને CMO દ્વારા કોર્પોરેશન પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. CMના આદેશ બાદ અંતે કોર્પોરેશને પીવાના પાણી અને ગટરની અલગ અલગ લાઈનો નાંખી કામગીરી શરૂ કરી, જોકે છેલ્લા એક વર્ષથી ખોદકામ કરીને કામ અધૂરું રાખવામાં આવતા નાગરિકોમાં રોષ ફેલાયો છે.
-
સુરત: કતારગામમાં બાઈકચાલકની બેદરકારીને કારણે એકનું મોત
સુરત: કતારગામમાં બાઈકચાલકની બેદરકારીને કારણે એકનું મોત થયુ છે. સિટી બસની નીચે આવી જતા હીરાના કારખાનેદારનું મોત થયુ. રોંગ સાઈડમાં આવતા બાઈકચાલકને બચાવવા જતા અક્સમાત થયો. હીરાના કારખાનેદારે બ્રેક મારતા બાઈક સ્લીપ થતા નીચે પટકાયા. બાજુમાં ચાલતી સિટી બસચાલકે કચડી નાંખતા કારખાનેદારનું મોત થયુ. સિટી બસના ટાયર નીચે કચડાતા કારખાનેદારનું મોત થયુ છે.
-
છોટાઉદેપુર: રેલીમાં એકાએક ગાય ઘૂસી આવતા અફરાતફરી
છોટાઉદેપુર: રેલીમાં એકાએક ગાય ઘૂસી આવતા અફરાતફરી સર્જાઇ. કવાંટ ખાતે ભાજપની વિશાળ રેલી દરમિયાન એકાએક ગાય વીફરી. ડીજે અને ઢોલ-નગારાના અવાજ સાથે રેલી નીકળી હતી. અવાજથી ભડકેલી ગાયે રેલીમાં અનેક લોકોને અડફેટે લીધા. જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી ગઈ.
-
મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે EDના દરોડાના વિરોધમાં વિરોધ કૂચનું નેતૃત્વ કરશે
મમતા બેનર્જી કોલકાતામાં EDના દરોડાના વિરોધમાં કૂચ કરશે. મુખ્યમંત્રીની કૂચ બપોરે 2 વાગ્યે બસ સ્ટેન્ડથી હઝરા ક્રોસિંગ સુધી શરૂ થશે.
-
અમિત શાહ આજે રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS)નું ઉદ્ઘાટન કરશે.
-
વિદેશમંત્રી જયશંકર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળીને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભકામનાઓ પાઠવીને મને ખૂબ આનંદ થયો. હું સમકાલીન વૈશ્વિક વિકાસ પર તેમના મંતવ્યો અને આપણી વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની તેમની સકારાત્મક લાગણીઓની ખૂબ પ્રશંસા કરું છું.”
-
દિલ્હી-એનસીઆરમાં વરસાદ
રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિઝનનો પહેલો વરસાદ છે.
Published On - Jan 09,2026 7:37 AM