ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત
રાજ્ય પર તોળાઇ રહ્યો છે માવઠાનો ખતરો. 22 જાન્યુઆરીથી લઇને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે.હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મુકી છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ. અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ. કેવી રીતે વરસાદ વધારી શકે છે. મુશ્કેલી.
રાજ્ય પર તોળાઇ રહ્યો છે માવઠાનો ખતરો. 22 જાન્યુઆરીથી લઇને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે.હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મુકી છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ. અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ. કેવી રીતે વરસાદ વધારી શકે છે. મુશ્કેલી.
22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થાય તેવી શકયતાઓ છે. ડિસેમ્બરમાં વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી. અને હવે ફરી એકવાર જો માવઠું થશે તો વધી શકે છે ધરતીપુત્રોની પરેશાની. હાલ ઘઉં સહિતના પાકને માવઠાથી નુકસાન થઇ શકે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આવશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ પડી શકે છે.
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તેની અસર ગુજરાત સુધી થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાંની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ દરમિયાન રાજ્યભરમાં આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેશે. તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરાદ પડવાની શક્યતા રહેલી છે.
રાજ્યમાં હાલ શીતલહેરનો કહેર જોવા મળી રહ્યો છે.જો કે રાહતની વાત એ છે કે.આગામી 24 કલાકમાં જ ઠંડીમાં ઘટાડો થઇ શકે છે.અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે.પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતાઓ છે.આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર. હાલ રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અને તેને પગલે. ઠંડીનો ચમકારો વર્તાતો હતો. પરંતુ, હવે પવનની દિશા બદલાતા. તાપમાન વધવાની શક્યતા છે. જેને લીધે. ઠંડીમાં પણ ઘટાડો અનુભવાશે.
આમ ઠંડી તો રાહત મળશે. પરંતુ પછી ગુજરાતમાં માવઠું પડી શકે છે. ગુજરાતના કરા સાથે પડશે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. 22થી 27 જાન્યુઆરી દરમિયાન કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

