Breaking News : આખલાના આતંકથી યુવકે વીજપોલ પર ચઢી જીવ બચાવ્યો, જુઓ Video
વાવ-થરાદ તાલુકાના ડેલ ગામમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો છે.આખલો તોફાને ચડતા ગામમાં નાસભાગ મચી ગઈ હતી.જીવ બચાવવા યુવક વીજ પોલ પર ચડ્યો હતો. આખલો દૂર જતા યુવકે રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
રખડતા ઢોરના આતંકનો વીડિયો અનેક વખત વાયરલ થતાં હોય છે. કેટલીક વખત રખડતા ઢોર આમને સામને થતાં હોય છે. જ્યારે કેટલીક વખત આ રખડતાં ઢોર એટલો આતંક મચાવતા હોય છે કે, જેને લઈ લોકોમાં ભય ફેલાય છે. હાલમાં પણ એક આવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકે થાંભલા પર ચઢી પોતાનો જીવ બચાવવાનો વારો આવ્યો છે.
યુવક માટે વીજપોલ સહારો બન્યો
કલ્પના કરો કે, મોત દોડીને આવી રહ્યું હોય અને બચવાનો એકમાત્ર રસ્તો હોય વીજપોલ! જીવ તાળવે ચોંટી જાય તેવા આ દ્રશ્યો વાવ-થરાદના ડેલ ગામના છે. જ્યાં રસ્તે રખડતા આખલાના આતંકે એવો હાહાકાર મચાવ્યો કે એક યુવકને જીવ બચાવવા વીજપોલ પર ચઢી જવું પડ્યું. જો માત્ર થોડા સેકન્ડનો વિલંબ થયો હોત તો કદાચ એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. વીજપોલ પર ચઢેલા યુવક પર આખલો જાણે મીટ માંડીને ઉભો હતો. જો કે રાહદારીઓએ ભારે જહેમતે બેકાબૂ બનેલા આખલાને ભગાડતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હાલ આ દ્રશ્યો રખડતા ઢોરના આતંકની ગંભીરતા દર્શાવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, હાલની ચોમાસાની ઋતુમાં આવા વીજપોલ પર કે તેની આસપાસ જવું તે પણ ભયજનક હોય છે. ત્યારે કોઈ દુર્ઘટના ન બનતા લોકએ રાહતનો શ્વાસ લીધો હતો.
Breaking News : રાજકોટના ફોર્ચ્યુન કારખાનામાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ, જુઓ Video અહી ક્લિક કરો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

