Breaking News : મોરબીમાં કૂવામાં હિલોળા મારતા પાણીનું રહસ્ય શું છે, જુઓ Video
મોરબીના વીરપરડા જિલ્લામાં આવેલો કૂવામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યું હતુ. આ કૂવામાં પાણી હિલોળા મારતા હોય તેવા દર્શ્યો સામે આવ્યા હતા. ત્યારે હવે આ પાણી શાંત થયા છે.
મોરબીના વીરપરડા ગામના રહસ્યમય કૂવામાં વિચિત્ર હલચલે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી.કૂવાનું પાણી ફરી આપમેળે હાલક-ડોલક જોવા મળ્યું હતુ. જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા હતા.થોડા દિવસ પહેલા થયેલી આ હલચલ હવે બંધ થઈ છે.
કૂવામાં પાણીના હિલોળા
રહસ્યમય કૂવા અંગે જિઓલોજિસ્ટ મહેશ ઠક્કરનું મંતવ્ય સામે આવ્યું છે. મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું ભૂસ્તરશાસ્ત્રીય કારણ વેલ શેશ અને આ કન્ડીશન ને આર્ટિઝન કન્ડીશન કહેવાય છે સામાન્ય રીતે ભૂગર્ભમાં પાણીના પ્રેશર ને કારણે પાણી ઓવરફ્લો થતું હોય છે પરંતુ આ પાણી હિલોળા લે છે એ થોડું અસામાન્ય ઘટના છે. પાણી હિલોળા લેવાનું કારણ ભૂગર્ભમાંથી ગેસ નું સ્ખલન પણ હોય શકે છે અને ગેસ બે પ્રકારના હોય છે.
મિથેન અને રેડૉન આમાંથી રેડૉન ગેસ છે. તે સ્ખલન થતો હોય તો જોખમી છે કેમ કે તે ભૂકંપ આવવાની શક્યતા ઉભી કરે છે અને જો મિથેન હોય તો એ જોખમી છે કેમ કે મિથેન ગેસ સ્ખલન થતો હોય તો તેને સામાન્ય આગ મળે તો પણ તે આગ પકડી શકે છે.પરંતુ વધારે પડતા પ્રેશર ને કારણે પણ પાણી હિલોળા લેતું હોય તેવું બની શકે છે.
ઘટના પાછળ કારણ
મોરબીમાં કૂવાની અંદર પાણીના હિલોળા લેવાની ઘટના એ એક અસામાન્ય ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂગર્ભજળ પ્રક્રિયા છે. આ ઘટના પાછળ મુખ્યત્વે ‘આર્ટિઝન કંડિશન’ જવાબદાર છે, જે કૂવાની આસપાસના ઊંચા કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડવાથી સર્જાય છે. જ્યારે બે ઠોસ સ્તરો વચ્ચે રહેલા ‘કન્ફાઇન્ડ એક્વિફર’માં પાણીનું દબાણ વધી જાય છે, ત્યારે પાણી કૂવામાંથી સ્વસ્ફુરિત રીતે ઓવરફ્લો થવા લાગે છે. વૈજ્ઞાનિક રીતે ખુલ્લા કૂવામાં પાણીના આ પ્રકારે હિલોળા લેવાની ઘટનાને ‘વેલ શેશ’ કહેવામાં આવે છે, જે મૂળ સ્વિટ્ઝર્લૅન્ડના ભૂગર્ભજળ સંશોધનમાંથી આવેલો શબ્દ છે.
Breaking News : આખલાના આતંકથી યુવકે વીજપોલ પર ચઢી જીવ બચાવ્યો, જુઓ Video અહી ક્લિક કરો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
