AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ચમત્કાર… હાર માનીને ગુસ્સામાં બોલને મારી લાત, થયો રનઆઉટ અને મેચ ટાઈ

દિલ્હી પ્રીમિયર લીગ 2026 ની આઠમી મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી થયું હતું. નવી દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિંમત સિંહે એક વિચિત્ર રનઆઉટ કરીને મેચ ટાઇ કરાવી. આ ટૂર્નામેન્ટની સૌથી ચોંકાવનારી ઘટના હતી અને તે પણ મેચના છેલ્લા બોલ પર જોવા મળી હતી.

Video: ચમત્કાર... હાર માનીને ગુસ્સામાં બોલને મારી લાત, થયો રનઆઉટ અને મેચ ટાઈ
dpl 2026Image Credit source: X
| Updated on: Aug 04, 2026 | 9:22 PM
Share

દિલ્હી પ્રીમિયર લીગ 2026 (DPL 2026) ની આઠમી મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં એક વિચિત્ર ઘટના બની હતી. ન્યુ દિલ્હી ટાઇગર્સ અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચે રમાયેલી આ મેચ એટલી રોમાંચક હતી કે તે સિઝનની પહેલી સુપર ઓવરમાં ગઈ, જે આઉટર દિલ્હી વોરિયર્સે આખરે જીતી લીધી. આ મેચ દરમિયાન ન્યુ દિલ્હી ટાઇગર્સ કેપ્ટન હિંમત સિંહનો ગુસ્સો ટીમ માટે કામમાં આવ્યો, કારણ કે તે મેચને સુપર ઓવરમાં લઈ જવામાં સફળ રહ્યો.

હિંમત અને લક્ષ્યનું તોફાન

વરસાદને કારણે મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુ દિલ્હી ટાઇગર્સની શરૂઆત ખરાબ રહી, તેમણે ફક્ત 37 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન હિંમત સિંહ અને લક્ષ્ય થરેજાએ ત્રીજી વિકેટ માટે 101 રનની ધમાકેદાર ભાગીદારી નોંધાવી હતી, જેમાં હિંમત સિંહના 61 અને લક્ષ્ય થરેજાના 62 રનનો સમાવેશ થાય છે. તેમની આક્રમક ઇનિંગ્સને કારણે ન્યુ દિલ્હી ટાઇગર્સે 15 ઓવરમાં 5 વિકેટે 156 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

મેચના છેલ્લા બોલ પર જોરદાર ડ્રામા

157 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે આઉટર દિલ્હી એક સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, તેમણે 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, મોનુ શુક્લાએ માત્ર 17 બોલમાં 45 રન ફટકારીને ટીમને મેચમાં પાછી લાવી દીધી. આઉટર દિલ્હીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. શિવમ શર્માએ પહેલા બોલ પર ફોર, બીજા બોલ પર એક સિંગલ અને પછી ત્રીજો બોલ નો-બોલ હતો. જોકે, સિદ્ધાંત શર્મા બીજા જ બોલ પર રન આઉટ થઈ ગયો, જેના કારણે જીત માટે છેલ્લા બોલ પર 1 રન બાકી રહ્યો.

છેલ્લા બોલ પર રનઆઉટ અને મેચ ટાઈ

ટૂર્નામેન્ટની સૌથી ચોંકાવનારી ઘટના મેચના છેલ્લા બોલ પર જોવા મળી હતી. બેટ્સમેન શોટ રમ્યો અને રન માટે દોડ્યો. મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરી રહેલો કેપ્ટન હિંમત સિંહ બોલ હાથમાં ફિલ્ડ કરવાથી (પકડવાથી) ચૂકી ગયો અને ગુસ્સામાં બોલને કિક મારી દીધી. નસીબનો ખેલ જુઓ, હિંમતે બોલને કિક કરતા જ નોન-સ્ટ્રાઈકરના છેડાના સ્ટમ્પ પર બોલ અથડાયો. તે સમયે બેટ્સમેન ક્રિઝની બહાર હતો અને અમ્પાયરે તેને રનઆઉટ જાહેર કર્યો હતો. 1 રન લેવાના પ્રયાસમાં વિકેટ પડી ગઈ અને મેચ સીધી ટાઈ થઈ અને સુપર ઓવરમાં ગઈ.

સુપર ઓવરમાં આઉટર દિલ્હીનો વિજય

સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા આઉટર દિલ્હી વોરિયર્સે મોનુ શુક્લાના કેમિયોના કારણે 20 રન બનાવ્યા હતા. 21 રનનો પીછો કરતા ન્યુ દિલ્હી ટાઈગર્સના કેપ્ટન હિંમત સિંહે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. પરંતુ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ પછી તરત જ હૃતિક શૌકીન પણ કેચ આઉટ થયો અને ન્યુ દિલ્હીની ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને આઉટર દિલ્હી વોરિયર્સે રોમાંચક મેચમાં વિજય હાંસલ કર્યો હતો.

CWG 2026: ફરી શરમજનક સ્થિતિમાં પાકિસ્તાન, ટીમ હોટલમાંથી ગાયબ થયો ખેલાડી, ચકમો આપી ફરાર

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">