ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર સુરેન્દ્રનગરના ASIને નિર્લિપ્ત રાયે કર્યાં સસ્પેન્ડ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા
આ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયા જેટલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની શક્યતા તપાસ એજન્સીઓ વ્યક્ત કરી રહી છે. સમગ્ર મામલે નાણાકીય લેવડદેવડ તેમજ તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામમાં ચાલતા કથિત ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ મામલે તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ કેસમાં હવે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા ASI સંજયસિંહ રાઠોડ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે ASI સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, ASI સંજયસિંહ રાઠોડના રહેણાંક મકાનમાંથી જ ડબ્બા ટ્રેડિંગનું સંચાલન થતું હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રતનપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી.
આ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયા જેટલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની શક્યતા તપાસ એજન્સીઓ વ્યક્ત કરી રહી છે. સમગ્ર મામલે નાણાકીય લેવડદેવડ તેમજ તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
દરમિયાન, ધરપકડથી બચવા માટે સસ્પેન્ડેડ ASI સંજયસિંહ રાઠોડ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમની શોધખોળ માટે જેતપુર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ ASI સંજયસિંહ રાઠોડના પિતા સહિત કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછના આધારે તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ અને તપાસ એજન્સીઓ હવે ડબ્બા ટ્રેડિંગના સમગ્ર નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય લોકો તેમજ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ફરાર ASIની ધરપકડ બાદ આ સમગ્ર કૌભાંડમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, સુરેન્દ્રનગરમાં કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે, જુઓ Video
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

