Breaking News : હોસ્પિટલમાંથી જ બાળકો વેચતી ગેંગનો પર્દાફાશ; સિદ્ધપુરથી થાણે સુધી ફેલાયેલું હતું નેટવર્ક, જાણો વડોદરા પોલીસે કેવી રીતે ઝડપ્યા ! જુઓ Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાળ તસ્કરી નેટવર્કમાં થાણેની હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 દિવસના બાળકને ત્રણ લાખમાં વેચવા જઈ રહેલા બે શખ્સને ઝડપી પાડ્યા છે. અત્યારસુધી કુલ 9 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાળ તસ્કરી નેટવર્કમાં થાણેની હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 દિવસના બાળકને ત્રણ લાખમાં વેચવા જઈ રહેલા બે શખ્સને ઝડપી પાડ્યા છે. અત્યારસુધી કુલ 9 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે.
વડોદરામાં બાળ તસ્કરીના કેસમાં એક ડોક્ટર ઝડપાયો છે. AHTUની તપાસમાં થાણેના અંબરનાથ વિસ્તારમાં આવેલી બાલાજી અને નઝમા હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ડૉ. સચિન દેવ નાગનાથ લોખંડેને ઝડપી પાડવામાં આવ્યો છે. બાળકો વેચતી ગેંગ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલો આરોપી વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે. સમગ્ર મામલે આરોપી સચિનદેવના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી કુલ 9 શખ્સોની ધરપકડ
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે થાણેનો ડૉ. સૌથી પહેલા સિધ્ધપુરના દલપત સાથે સંપર્કમાં આવ્યો હતો. બાળકો વેચતા એજન્ટ દલપત રાવળ અને સુનિલ રાવળ સાથે લાંબા સમયથી સાંઠગાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. સચિનદેવ બાળકને પોતાના પાસે રાખ્યા બાદ થોડા દિવસમાં મહિલાને વેચવાનો કરતો હતો કારસો. તપાસ દરમિયાન સચિન દેવ એ ગાયનેક નહીં પણ MBBS હોવાનું જાણવા મળ્યું. અત્યારસુધી કુલ 9 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો, Breaking News : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
