માળિયાહાટીના તાલુકાના કુક્કસવાડા ગામના કૂવામાં ખાબકેલી સિંહણનું કરાયું રેસ્ક્યું, જુઓ Video
વન વિભાગના જણાવ્યા અનુસાર, કુક્કસવાડા ગામના એક ખુલ્લા કૂવામાં અંદાજે એકથી બે વર્ષની સિંહણ પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી સાધનોની મદદથી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
જૂનાગઢમાં માળિયાહાટીના તાલુકાના કુક્કસવાડા ગામે એક કૂવામાં ખાબકેલી સિંહણનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કરીને તેને સારવાર બાદ ફરી તેના કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરી છે. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન વન વિભાગ માટે પડકારજનક રહ્યું હતું, પરંતુ ટીમની સતર્કતા અને મહેનતના કારણે સિંહણને કોઈ ગંભીર ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વન વિભાગના જણાવ્યા અનુસાર, કુક્કસવાડા ગામના એક ખુલ્લા કૂવામાં અંદાજે એકથી બે વર્ષની સિંહણ પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી સાધનોની મદદથી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
લાંબી જહેમત બાદ સિંહણને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે સાસણ સ્થિત સીમાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સારવાર બાદ સિંહણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. તેની તંદુરસ્તીની ખાતરી થયા બાદ તેને ફરી તેના કુદરતી નિવાસસ્થાનમાં, તેના જૂથ સાથે જંગલમાં મુક્ત કરવામાં આવી હતી.
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર અથવા વન્યજીવો દેખાય તો તેમની નજીક જવાની કે તેમને હેરાન કરવાની કોશિશ ન કરે અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે.
ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર સુરેન્દ્રનગરના ASIને નિર્લિપ્ત રાયે કર્યાં સસ્પેન્ડ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

