AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશી T20નો ‘કિંગ’ બનશે, જોસ બટલરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા બાદ ભવિષ્યવાણી કરી

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યા પછી, જોસ બટલરે યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી વિશે એક ભવિષ્યવાણી કરી છે. બટલર માને છે કે વૈભવ ટી20નો કિંગ બની શકે છે.

Breaking News : વૈભવ સૂર્યવંશી T20નો 'કિંગ' બનશે, જોસ બટલરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા બાદ ભવિષ્યવાણી કરી
| Updated on: Aug 06, 2026 | 8:35 AM
Share

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડને પછાડ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા પછી તેમણે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશીએ છેલ્લા થોડા મહિનામાં મોટું નામ કમાયું છે. આઈપીએલ અંડર 19 વર્લ્ડકપ અને ઈન્ડિયા એ માટે રમ્યા બાદ તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું અને કરિયરની શરુઆતમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યા છે. હવે બટલરનું માનવું છે કે, વૈભવ સૂર્યવંશી ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરશે.

જોસ બટલરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા બાદ ભવિષ્યવાણી કરી

વૈભવ સૂર્યવંશીએ ટી20 ક્રિકેટમાં અત્યારસુધી 40 મેચ રમી છે. જેમાં તેમણે 4 સદી અને 8 અડધી સદી સાથે 1670 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને હાઈએસ્ટ સ્કોર 144 રનનો રહ્યો છે. વૈભવ સૂર્યવંશીનું કરિયર હજુ શરુ થયું છે પરંતુ બટલરનું માનવું છે કે, તે ટી20નો કિંગ બની શકે છે.

વિશ્વનો નંબર વન રન-સ્કોરર

જોસ બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યા બાદ કહ્યં કે, વિચારવું કુલ છે કે, તમે ટી20માં સૌથી વધારે રન બનાવ્યા છે. સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બનવા પર પોલાર્ડને પણ પાછળ છોડ્યો છે. એક દિવસ આને પણ પાર કરી જશે અને તેનું નામ સૂર્યવંશી હશે.ઇંગ્લેન્ડના આ દિગ્ગજ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટ સુધી ઘણા રન બનાવ્યા છે. આ જ કારણ છે કે તે હવે વિશ્વનો નંબર વન રન-સ્કોરર છે.

ફોર્મમાં પરત ફરી બટલર ખુશ

બટલ છેલ્લા કેટલાક સમયથી પોતાના ફોર્મ સાથે ઝઝુમી રહ્યો છે. ધ હંડ્રેડ લીગ દરમિયાન તે પોતાના રંગમાં પરત ફર્યો છે. ગત્ત મેચમાં તેમણે 20 બોલમાં 51 રનની ધમાકેદાર ઈનિગ્સ રમી હતી. જોસ બટલરે ટી20 મેચમાં અત્યારસુધી 522 મેચમાં 14833 રન બનાવી ચૂક્યો છે. હવે આ ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ લિસ્ટમાં બીજા નંબરે કાયરન પોલાર્ડનું નામ છે. જેમણે 746 મેચમાં 14803 રન બનાવ્યા છે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">