AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : KKRની હાર બાદ શાહરૂખ ખાનનું દિલ તૂટી ગયું, ડ્રેસિંગ રૂમમાં આપ્યો ખાસ મેસેજ

લખનૌ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે તેના જૂના ફોર્મમાં જોવા મળ્યું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને શાહરૂખ ખાને પોતાની ટીમને એક ખાસ સંદેશ મોકલ્યો હતો.

IPL 2025 : KKRની હાર બાદ શાહરૂખ ખાનનું દિલ તૂટી ગયું, ડ્રેસિંગ રૂમમાં આપ્યો ખાસ મેસેજ
Shah Rukh KhanImage Credit source: PTI
| Updated on: Apr 09, 2025 | 9:21 PM
Share

આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગયા વખતની આ ચેમ્પિયન ટીમ ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પણ હારી ગઈ હતી. KKRને 239 રનનો લક્ષ્યાંક મળ્યો અને તેમનો ફક્ત 4 રનથી પરાજય થયો. લખનૌ સામેની આ હાર બાદ ટીમનો માલિક શાહરૂખ ખાન ખૂબ જ દુઃખી હતો, પરંતુ તેણે પોતાની ટીમનું મનોબળ વધારવા માટે એક ખાસ સંદેશ મોકલ્યો. લખનૌ સામે મેચ હાર્યા બાદ, કોલકાતાના ડ્રેસિંગ રૂમમાં શાહરૂખ ખાનનો મેસેજ વાંચવામાં આવ્યો.

શાહરૂખ ખાને મેસેજમાં શું કહ્યું?

KKRના ટીમ મેનેજર વેંકટેશ મૈસૂરે SRKનો મેસેજ વાંચ્યો જેમાં તેણે ખેલાડીઓને હિંમત ન હારવા અને આ હારમાંથી શીખવા કહ્યું. શાહરુખે મેસેજમાં લખ્યું, ‘આ એક દુઃખદ હાર છે કારણ કે આપણે જીતની ખૂબ નજીક હતા, પરંતુ આ મેચમાંથી આપણને ઘણી સકારાત્મક બાબતો મળી છે, આપણે લડી શકીએ છીએ અને મોટો સ્કોર બનાવી શકીએ છીએ, ક્યારેક આપણું શ્રેષ્ઠ પ્રદર્શન પણ પૂરતું નથી હોતું. આજનો દિવસ આવો જ એક દિવસ હતો.’

હારને પાછળ છોડી આગળ વધવા જણાવ્યું

શાહરુખે ખેલાડીઓને યાદ અપાવ્યું કે, ‘આપણે ફક્ત એક બોલ, એક હિટ દૂર હતા’ અને શાહરુખે તેમને આ હારને પાછળ છોડીને આગળ વધવા કહ્યું. શાહરુખે મેસેજનો અંત આ રીતે કર્યો, ‘સમજદારીપૂર્વક જોતાં, મને લાગે છે કે આવી હાર ટીમને નજીક લાવે છે.’

મેચ KKRના હાથમાંથી મેચ નીકળી ગઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ લખનૌ સામેની મેચ જીતી શકી હોત. એક સમયે રહાણે અને વેંકટેશ અય્યરે ટીમને જીતની આશા બાંધી હતી પરંતુ, પછી ટીમે ખૂબ જ ઝડપથી પાંચ વિકેટ ગુમાવી દીધી અને અંતે KKR હારી ગયું. KKR હવે તેની આગામી મેચ 11 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. આ મેચ ચેપોકમાં રમાશે.

આ પણ વાંચો: VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">