ફિશરીઝ કૌંભાડ અંગે હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાથી માંડી વાળ્યુંઃ દિલીપ સંઘાણી
દિલીપ સંઘાણીએ કહ્યું કે, હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મે કાયદાકીય સલાહ લીધી હતી, પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમકોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો.
ગુજરાતના ચર્ચાસ્પદ ફિશરીઝ કૌંભાડમાં નિર્દોષ સાબિત થયા બાદ, ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ સ્ફોટોક નિવેદન કર્યું છે. દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે, મારી વાત, સાક્ષીઓની વાત, તપાસકર્તા અધિકારીઓની વાત નહીં માનનારા ગુજરાત હાઈકોર્ટના જજ સામે હુ કેસ કરવાનો હતો. પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાથી કેટલાકે મને સમજાવતા મે તેમની સામે કેસ કરવાનું માંડી વાળ્યું હતું.
ફિશરીઝ કૌભાંડ મામલે ક્લિનચીટ મળ્યા બાદ, સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટો ઘડાકો કર્યો છે. તેમણે કહ્યું કે મને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય ના મળ્યો, સુપ્રીમ કોર્ટેમાંથી મળ્યો. મારી સામેના કેસમાં ચાર્જશીટ થઈ ત્યા સુધી મારુ નામ કેસમાં નહોતું. પાછળથી નામ ઉમેરવામાં આવ્યુ હતું. આ અંગે તપાસનીશ આઈપીએસ અધિકારીઓ અને 40 સાક્ષીઓએ, ફિશરીઝ કેસમાં મારી કોઈ ભૂમિકા ના હોવાનું જાહેર કર્યું હતું. આમ છતા હાઈકોર્ટે મને સાંભળ્યો નહતો. તમામ સરકારી વકીલની વાત મારા તરફેણમાં હતી, તેમ છતાં ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ દિલીપ સંઘાણીએ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું છે કે, હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મે કાયદાકીય સલાહ લીધી હતી, પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમકોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં, ગુજરાત હાઇકોર્ટ અને નીચલી અદાલતની ટીકા કરવામાં આવી હોવાની પણ દિલીપ સંઘાણીએ વાત કરી હતી.
ગુજરાત હાઈકોર્ટને લગતા તમામ મહત્વના નાના મોટા સમાચાર માટે આપ અહીં ક્લિક કરો.

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ

આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ

મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
