AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ, એક વર્ષમાં 345 લોકોને અપાયો મૃત્યુ દંડ

Saudi Arabia executions hit record high: સાઉદી અરેબિયાએ મોતની સજા આપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા વર્ષે 345 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ બધા આરોપીઓ ચોક્કસ ગુના સાથે સંકળાયેલા હતા. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે સાઉદીમાં મૃત્યુ દંડ આપવાની આ સજાનો રેકોર્ડ ત્યારે તૂટી રહ્યો છે જ્યારે ત્યાના ક્રાઉન પ્રિન્સ ખુદ વચન આપી ચુક્યા છે કે મૃત્યુ દંડને હત્યા જેવા જ ગુના માટે સિમીત કરવામાં આવે. પરંતુ ગત વર્ષના આંકડાને જોતા આ ક્રાઉન પ્રિન્સની કથની કરણીમાં ફર્ક હોવાનો એમ્નેસ્ટી નામની સંસ્થા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

| Updated on: Jul 07, 2025 | 10:30 PM
Share
સાઉદી અરેબિયાએ ગયા વર્ષે 345 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી, મુખ્યત્વે ડ્રગ સંબંધિત ગુનાઓ માટે મૃત્યુ દંડ અપાયો.જો કે આ પહેલા જ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મૃત્યુદંડની સજાને હત્યા જેવા ગુન્હા માટે જ મર્યાદિત રાખવાનુ વચન આપ્યુ હતુ છતા મોતની સજાનો વ્યાપ ઘટ્યો નથી.

1 / 6
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે સોમવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, કારણ કે તેના કાર્યકરોને અહિંસક ડ્રગ કેસોમાં સાઉદી સરકાર દ્વારા મૃત્યુદંડના કેસોના ઘણા મજબૂત પુરાવા મળી રહ્યા છે.

2 / 6
સાઉદી અરેબિયાએ ગયા વર્ષે 345 લોકોને ફાંસી આપી હતી, જે ત્રણ દાયકાથી વધુ સમયમાં એમનેસ્ટી દ્વારા નોંધાયેલ સૌથી વધુ સંખ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે  આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ 180 લોકોને ફાંસી આપી દેવામાં આવી હતી. જે દર્શાવે છે કે આ રેકોર્ડ ફરીથી તૂટી શકે છે.

3 / 6
કાર્યકર્તા ગૃપ રિપ્રીવે અલગથી જણાવ્યું હતું કે આ વર્ષે, ફાંસી આપવામાં આવેલા લગભગ બે તૃતીયાંશ લોકો બિન-ઘાતક ડ્રગના આરોપોમાં દોષિત ઠર્યા હતા. એમ્નેસ્ટીએ પણ ડ્રગના કેસોમાં મૃત્યુદંડ અંગે આવી જ ચિંતા વ્યક્ત કરી છે. આ ગુના માટે અનેક ભારતીયોને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

4 / 6
સાઉદી અરેબિયાએ રાજ્યમાં મૃત્યુદંડનો ઉપયોગ કેમ વધારી રહ્યો છે તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી

5 / 6
સાઉદી અધિકારીઓએ મૃત્યુદંડ અને અહિંસક ડ્રગના કેસોમાં મૃત્યુદંડનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે તે અંગેના પ્રશ્નોનો કોઈ જવાબ પણ આપ્યો નથી.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">