AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા ! ઠેર ઠેર પેટ્રોલ પંપ પર ભારે ભીડ

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા ! ઠેર ઠેર પેટ્રોલ પંપ પર ભારે ભીડ

| Updated on: Mar 05, 2026 | 7:02 PM
Share

અમરેલી, સાવરકુંડલા, ધારીમાં પેટ્રોલ–ડીઝલ ખૂટી જવાની અફવા વચ્ચે લોકોની પેટ્રોલ પંપો પર પડાપડી. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલની ઊડી અફવા. ખેડૂતોએ ટ્રેક્ટર સાથે બેરલોમાં ડીઝલ ભરાવવા માટે લાઈનો લગાવી

અમરેલી જિલ્લામાં ઈરાક–ઇઝરાયેલ યુદ્ધની ભીતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ અફવાઓના પગલે અમરેલી શહેર સહિત સાવરકુંડલા અને ધારીમાં આવેલા પેટ્રોલ પંપો પર ભારે ભીડ ઉમટી પડી છે.

શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. અચાનક વધેલી ભીડને કારણે અનેક પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી ગઈ છે અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે.

ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે અને બેરલ તથા ડબ્બામાં પણ ડીઝલ ભરાવવા માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા છે. જેના કારણે પંપો પર ભીડ વધુ વધતી ગઈ.

સાવરકુંડલા વિસ્તારમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અહીં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી જતા તાત્કાલિક વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ત્યાં વધુ અફરાતફરી સર્જાઈ હતી.

અફવાઓના કારણે અમરેલી જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર અફરા-તફરી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોમાં ગભરાટ ફેલાતા સતત વાહનોની લાઈન લાગી રહી છે અને પેટ્રોલ પંપ પર ભીડ વધતી જતી હોવાનું જોવા મળી રહ્યું છે.

બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ ખોટ નથી. તેથી લોકો ગેરમાહિતી પર વિશ્વાસ ન કરે અને બિનજરૂરી રીતે પેટ્રોલ પંપો પર ભીડ ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">