AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયોથી સાઉદી લોકોને આટલી નફરત કેમ છે? UAE ના વિરોધમાં ‘ઈન્ડિયન’ શબ્દને અપશબ્દ બનાવી ઓક્યુ ઝેર

તાજેતરમાં યમન મુદ્દે સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, સાઉદી અરેબિયાના લોકોએ તેમનુ જાતિવાદી અભિયાન શરૂ કરી દીધુ છે. આ જાતિવાદી નફરતમાં ભારતને અપમાનિત કરવામાં આવી રહ્યુ છે.

ભારતીયોથી સાઉદી લોકોને આટલી નફરત કેમ છે? UAE ના વિરોધમાં 'ઈન્ડિયન' શબ્દને અપશબ્દ બનાવી ઓક્યુ ઝેર
| Updated on: Jan 29, 2026 | 9:41 PM
Share

સાઉદી અરેબિયા પોતાને ઇસ્લામિક વિશ્વના નેતા તરીકે સ્થાપિત કરવા માંગે છે. આના માટે, સાઉદ અરેબિયા વિશ્વભરના મુસ્લિમ સંગઠનોને ફન્ડીંગ કરે છે જેથી વૈશ્વિક ઈસ્લામિક જગતમાં તેનુ પલડુ ભારે રહે. સાઉદી અરેબિયા ઇસ્લામની બે સૌથી પવિત્ર મસ્જિદોનું રક્ષક પણ છે, જે વિશ્વભરના મુસ્લિમોમાં તેના પ્રભાવનું એક મુખ્ય કારણ છે. આશ્ચર્યજનક રીતે, જ્યારે રિયાધ ઇસ્લામિક વિશ્વનુ નેતા બનવાની ઇચ્છા રાખે છે, ત્યારે સાઉદી અરેબિયાના લોકો ભયંકર જાતિવાદમાં ડૂબેલા છે. UAEમાં સાઉદીઓ હવે ખુલ્લેઆમ ભારતીયો અને દક્ષિણ એશિયાઈઓ વિશે જાતિવાદી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

UAE ના લોકોને કહી રહ્યા છે ‘ભારતીય’

સાઉદી અરેબિયામાં જાતિવાદીઓએ ‘ભારતીય’ શબ્દનો ઉપયોગ અપમાનજનક શબ્દ તરીકે કરવાનું શરૂ કર્યું છે. હાલમાં, તેમનું લક્ષ્ય પડોશી મુસ્લિમ દેશ, UAEના લોકો છે, તેમને અપમાનિત કરવા માટે તેમને ‘ભારતીય’ તરીકે ઓળખાવે છે. મિશાલ અલ શમસી (@mes_alshamsi) નામના યુએઈના રહેવાસીએ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો. યુએઈના રહેવાસી મિશાલ અલ શમ્સી (@mes_alshamsi) એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે સાઉદીઓ કેવી રીતે તેમના ઘૃણાસ્પદ જાતિવાદમાં સામેલ છે.

શમ્સીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તેઓ અમને ભારતીય કહે છે, એવું વિચારીને કે તેનાથી આપણું મૂલ્ય ઘટશે.” મિશાલે વધુમાં જણાવ્યું કે તેમને ખ્યાલ નથી કે ભારતીયો પણ આપણા જેવા જ માણસો છે. તેમની પાસે વૈજ્ઞાનિકો, ડૉકટરો, શોધકો, કલાકારો અને અન્ય મહાન હસ્તીઓ છે જેમના નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે. મિશાલે આવી જાતિવાદી ટિપ્પણીઓના ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા.

મિશાલ અલ શમ્સીના નિવેદનનો પડઘો ખાલિદ હસન (@Khaledhzakariah) દ્વારા પણ પડ્યો, જેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ લખ્યું, “સાઉદીઓ ભયાનક જાતિવાદનું અભિયાન ચાલુ રાખી રહ્યા છે. તેઓ અમીરાત અને ઇજિપ્તવાસીઓ સામે ઈન્ડિયન અને બાંગ્લાદેશી શબ્દનો ઉપયોગ અપમાન અને અપશબ્દના રૂપે કરે છે.

યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ

ખાલિદ હસને લખ્યું, “જ્યારે પણ સાઉદીઓનો પ્રદેશના કોઈપણ દેશ સાથે મતભેદ હોય છે, ત્યારે તેઓ સૌથી વધુ જાતિવાદી હુમલાઓનો આશરો લે છે. તેઓ લોકોનું અપમાન કરે છે, એવું ડોળ કરીને કે સાઉદીઓ આ પ્રદેશમાં એકમાત્ર શુદ્ધ રક્તવાસી રાષ્ટ્ર છે. તેઓ બીજાઓને પોતાના કરતા હલકી ગુણવત્તાવાળા માને છે.” નોંધનીય છે કે, સાઉદી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી આ ટિપ્પણીઓ એવા સમયે વધુ તીવ્ર બની છે જ્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યમન પર તણાવ વધુ છે.

Top Web Series: શું તમારે ભૂત-પ્રેત અને આત્માની સચ્ચાઈ જાણવી છે? તો ‘ભય’ વેબસિરીઝ MX Player પર ફ્રી માં જુઓ

g clip-path="url(#clip0_868_265)">