AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું દુનિયામાં તેલના ભાવ ભડકે બળશે? સાઉદીના ઓઇલ ટર્મિનલ પર ઈરાની ડ્રોન ત્રાટક્યા, રિફાઇનરી બંધ

વિશ્વનું સૌથી મોટું ઓઇલ એક્સપોર્ટ હબ 'રાસ તનુરા' પર સોમવારે ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે રિફાઇનરીમાં આગ લાગતા તેને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

Breaking News: શું દુનિયામાં તેલના ભાવ ભડકે બળશે? સાઉદીના ઓઇલ ટર્મિનલ પર ઈરાની ડ્રોન ત્રાટક્યા, રિફાઇનરી બંધ
| Updated on: Mar 02, 2026 | 2:07 PM
Share

સાઉદી અરામકોની રાસ તનુરા રિફાઇનરી પર સોમવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રિફાઇનરીના કેટલાક વિસ્તારોમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે રાસ તનુરા રિફાઇનરીને બંધ કરી દેવામાં આવી છે.

રિફાઇનરી પરનો આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે, આ હુમલામાં આગ ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં લાગી હતી, જેના પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ ડ્રોન હુમલામાં લાગેલી આગને લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગ મોટાપાયે લાગી નથી અને આ ઘટનામાં કોઈ ખાસ મોટું નુકસાન પણ થયું નથી.

રાસ તનુરા સાઉદી તેલ નિકાસનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અહીંથી જ સમગ્ર વિશ્વમાં તેલનો પુરવઠો (સપ્લાય) પૂરો પાડવામાં આવે છે. જો અહીં મોટાપાયે નુકસાન થાય તો સમગ્ર વિશ્વમાં તેલનું સંકટ ઊભું થઈ શકે છે અને તેની સાથે તેલની કિંમતોમાં પણ મોટો ઉછાળો આવી શકે છે.

મિડલ ઈસ્ટ પહેલેથી જ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. આ સાથે જ ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) પર પણ વિશ્વભરના બજારોની નજર ટકેલી છે, કારણ કે વિશ્વનું 20 ટકા તેલ આ જ માર્ગ પરથી પસાર થાય છે. જો આવનારા દિવસોમાં આ રીતે રિફાઇનરીઓ અથવા ઓઇલ ટર્મિનલ પર હુમલા ચાલુ રહેશે, તો સમગ્ર વિશ્વમાં તેલનું ગંભીર સંકટ સર્જાઈ શકે છે.

Iran-Israel war : જવું હતુ કુવૈત…પહોંચી ગયા પાકિસ્તાન….8 ભારતીય કરાંચીમાં ફસાયા

Follow Us
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
g clip-path="url(#clip0_868_265)">