AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RCBને લઈ મોટા સમાચાર, આ 2 વેન્યુ બની શકે છે ટીમનું હોમગ્રાઉન્ડ

RCB, IPL 2026: આઈપીએલને લઈ RCBનું હોમ ગ્રાઉન્ડ બદલાશે. એવા રિપોર્ટ છે કે, આઈપીએલ 2026માં RCBના હોમ ગ્રાઉન્ડ નવી મુંબઈ અને રાયપુરને બનાવી શકાય છે.

Breaking News : RCBને લઈ મોટા સમાચાર, આ 2 વેન્યુ બની શકે છે ટીમનું હોમગ્રાઉન્ડ
| Updated on: Jan 13, 2026 | 1:24 PM
Share

Royal Challengers Bengaluru : આઈપીએલ 2026ની શરુઆત પહેલા RCB સાથે જોડાયેલો મોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આઈપીએલની નવી સીઝનમાં 2 નવા વેન્યુ તેના હોમ ગ્રાઉન્ડમાં હશે. આઈપીએલ 2025 સુધી બેંગ્લોરનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ આરસીબીનું હોમ ગ્રાઉન્ડ હતુ. પરંતુ આરસીબીએ ગત્ત સીઝન જીત્યા પછી આ ઘટના બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ 2 વેન્યુ બની શકે છે ટીમનું હોમગ્રાઉન્ડ

આઈપીએલ વેન્યુને લઈ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર પ્રતિબંધ બાદ બે શહેરોને RCB મેચોના હોસ્ટિંગ અધિકારો મળવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર આઈપીએલ 2026માં નવી મુંબઈ અને રાયપુર આરસીબીના નવા હોમગ્રાઉન્ડ બની શકે છે.

RCBના હોમ ગ્રાઉન્ડ બદલા પાછળ કારણ શું છે?

RCBએ ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરવી આઈપીએલ 2025નો ખિતાબ જીત્યો હતો. 3 જૂનના રોજ ખિતાબ જીત્યા બાદ 4 જૂનના રોજ આરસીબીની ટીમ પોતાના શહેરમાં બેંગ્લોર પરત આવી અને જીતનો જશ્ન મનાવતી વખતે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતના જશ્નનમાં ભાગદોડ મચી હતી. જેમાં અંદાજે 11 લોકોના મૃત્યું થયા હતા અને અંદાજે 50 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ 5 જૂનના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રિટાયર્ડ જસ્ટિસ માઈકલ ડીકુન્હાના નેતૃત્વમાં એક તપાસ પંચ રચવામાં આવી હતી. તપાસ બાદ, ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા પાયે કાર્યક્રમો માટે અસુરક્ષિત હોવાનું જણાયું હતું અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચિન્નાસ્વામી પર પ્રતિબંધ લાગ્યા પછી, આરસીબી પોતાના હોમ ગ્રાઉન્ડ બદલવા અંગે ઘણી ચર્ચા કરી રહી છે, અને એવું થઈ રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરના અહેવાલોમાં બે નવા હોમ ગ્રાઉન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

બંન્ને સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કરાયા

મીડિયા રિપોર્ટ મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2026ની હોમ મેચ એચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે નહી. ફ્રેન્ચાઈઝી આગામી સીઝનમાં પોતાના ઘરઆંગણાની મેચ નવી મુંબઈ ડીવાય પાટિલ સ્ટેડિયમ અને રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમી શકે છે. પરંતુ આને લઈ હજુ કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, બંન્ને સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે. અહી ક્લિક કરો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">