Breaking News: કાલુપુર પાસે ભગવાન બલભદ્રજીના રથમાં સર્જાઇ ખામી, થોડી વાર સુધી અટકાવવી પડી રથયાત્રા, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. જો કે, આ રથયાત્રા દરમિયાન બધુ એક મુશ્કેલી સર્જાઈ છે.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. એવામાં રથયાત્રા દરમિયાન પહેલા ગજરાજ બેકાબૂ થયા અને હવે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. કાલુપુર પાસે બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.
વાત એમ છે કે, રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી, ત્યારે અચાનક કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક રથમાં ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.
રથના પૈડાનું બોલ્ટ ખૂલી જતાં યાત્રાને થોડીવાર માટે અટકાવવી પડી હતી. જો કે, રથ અટકાવ્યા પછી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરાયું હતું. ત્યારબાદ બોલ્ટ નવો નાખવામાં આવ્યો અને રથને આગળ રવાના કરવામાં આવ્યો છે.
આ દરમિયાન અન્ય બે રથ બલભદ્રજીના રથથી થોડે દૂર પહોંચી ગયા હતા. રથમાં ખામી સર્જાતા બલભદ્રજીનો રથ પાછળ રહી ગયો હતો. તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી પૂરી સાવચેતી સાથે રથની કામગીરી હાથ ધરાઈ હતી.
હાલ બલભદ્રજીનો રથ રીપેર થઈ ગયો છે અને યાત્રા ફરી શરૂ થઈ છે. યાત્રાળુઓ માટે કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે પંથકમાં સતર્કતા રાખવામાં આવી છે.
Ahmedabad : જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, આજે 27 જૂન, 2025 ના સમગ્ર દિવસના કાર્યક્રમો, રુટ અને A ટુ Z વ્યવસ્થા વિશે જાણવા અહીં ક્લિક કરો..
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના