Ahmedabad Rathyatra 2025 : અમદાવાદ રથયાત્રામાં દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ Video
અમદાવાદની રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવો પૈકી એક છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. આ વર્ષે રથયાત્રામાં દેશભક્તિ પર આધારિત, વનતારા પર આધારિક ટેબલો આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.
અમદાવાદની રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવો પૈકી એક છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. આ વર્ષે રથયાત્રામાં દેશભક્તિ પર આધારિત, વનતારા પર આધારિક ટેબલો આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સરસપુરમાં યોજાયેલા આ ઉત્સવમાં અનેક ટેબલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ટેબલોમાં ભગવાન રામની ભવ્ય ઝાંખી, બાળકોને આકર્ષિત કરતા કાર્ટુન પાત્રો અને ભારતના ગૌરવને પ્રતિબિંબિત કરતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.
દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો
ખાસ કરીને, ઓપરેશન સિંદૂરનું ટેબલો ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ટેબલોએ નારી શક્તિ દ્વારા પાર પાડવામાં આવેલા આ મહત્વપૂર્ણ ઓપરેશનને યાદ કરાવ્યું. આ ઉપરાંત પરંપરાગત રીતે ચોકલેટ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે ખૂબ આકર્ષક રહ્યું.
રથયાત્રા દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી. ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા આતુરતા પૂર્વક રથયાત્રામાં ભાગ લેતા જોવા મળ્યા. સ્વયંસેવકો દ્વારા શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી તમામ ભક્તો આ ઉત્સવને શાંતિપૂર્ણ રીતે માણી શકે. આમ આ વર્ષની અમદાવાદ રથયાત્રા દેશભક્તિ અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ રહી.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
