સરસપુરમાં મહિલાઓએ પાણી છાંટી રસ્તાને કર્યા ઠંડા, આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા, જુઓ Video
આજે અષાઢી બીજના દિવસે ભગવાના જગન્નાથ નગર્ચયા માટે નગરમાં નીકળ્યા છે. ત્યારે સરસપુરમાં ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તે પૂર્વે રસ્તાઓને પાણીથી મહિલાઓ સફાઈ કરી રહી છે.
આજે અષાઢી બીજના દિવસે ભગવાના જગન્નાથ નગર્ચયા માટે નગરમાં નીકળ્યા છે. ત્યારે સરસપુરમાં ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તે પૂર્વે રસ્તાઓને પાણીથી મહિલાઓ સફાઈ કરી રહી છે. ગરમીમાં કોઈ હેરાન ન થાય તે માટે મહિલાઓ પાણી છાંટી રસ્તા ઠંડા કરી રહી છે. તો ત્યાં એવી પણ માન્યતા છે કે રથયાત્રાના રસ્તા પર પાણી છાંટી ઠંડો કરવામાં આવે તો આખું વર્ષ બાળકો નિરોગી રહે છે.
મામેરુ ભરવા માટે ત્રિવેદી પરિવારમાં ઉત્સાહ
ત્યારે બીજી તરફ સરસપુરમાં યજમાન પરિવાર પણ ભગવાનને આવકારવા આતુર છે. 10 વર્ષની રાહ જોયા બાદ ત્રિવેદી પરિવારને ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો છે. ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરૂ ભરવાને લઈ અનેરો ઉત્સાહમાં જોવા મળ્યો છે.