Breaking News : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના રથ મંદિરે પરત ફર્યા, જુઓ Video
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સવારે મંગળા આરતી બાદ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું બાદમાં સમગ્ર નગરમાં રથયાત્રા ફરી અને સાંજે નિજમંદિરમાં પરત ફરી.

અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્ય અને ધામધૂમથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રથયાત્રાની શરૂઆત સવારે મંગળા આરતીથી થઈ હતી, ત્યાર બાદ ભક્તોનું ઘોડાપૂર જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે ઉમટ્યું હતું.
પરંપરાગત રીત-રિવાજો અનુસાર, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મૂર્તિઓને ભવ્ય રીતે શણગારવામાં આવી અને રથમાં વિરાજમાન કરવામાં આવ્યા. રથયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેડદ્ર દ્વારા પવિત્ર પાહિંડવિધિ કરવામાં આવી.
આખા નગરમાં ફરી રથયાત્રા નિજમંદિરે પહોંચતાં ભક્તોની આંખોમાં ભાવનાનું મોજુ ફરી વળ્યું હતું. ભક્તિ ભાવના, શ્રદ્ધા અને સાંસ્કૃતિક રંગોથી યાત્રા માર્ગ જીવંત બની ગયો. સુરક્ષા દ્રષ્ટિએ પણ અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા રથના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા જમવાનો, પાણી તથા આરામગૃહ જેવી સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે.
હવે નિજમંદિરમાં રથયાત્રા પહોંચી છે. જય ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવ્યા છે. ભક્તોનીં આંખોમાં અસથરૂપી આંસુ ભગવાનના દર્શન કરીને વહી રહ્યા છે.
આ રથયાત્રા દરમ્યાન સૌથી ચર્ચિત મુદ્દો હથિનો હતો. લગભગ સવારે 9.33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો. ત્યાર બાદ ધીમે ધીમે પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા, જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ દોડવા લાગ્યા હતા અને ચારેય તરફ અફરાતફરી મચી ગઈ હતી.
ખાડિયા ચાર રસ્તાથી પોળ તરફ જતા રોડ ઉપર બેરિકેડ્સ લગાવ્યાં હતાં, જે તરફ હાથી દ્વારા દોટ મૂકવામાં આવી હતી. હાથી દોડી રહ્યો હતો ત્યારે ચારથી પાંચ પોલીસકર્મચારીઓએ લોકોને સાઈડમાં ખસી જવા કહ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં હાથી દોડીને આવી ગયો હતો અને બેરિકેડ્સ તોડી અંદર જતો રહ્યો હતો. બેરિકેડ્સ તોડવાને કારણે બેથી ત્રણ લોકો પડી ગયા હતા, જોકે તેમને સામાન્ય ઇજા થઈ છે. કોઈપણ વધારે ઈજાગ્રસ્ત થયા ન હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે કાંકરીયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું કે, બાબુલાલ ઉર્ફે બલરામ નામનો હાથી વધુ ઘોંઘાટથી ટેવાયેલો ના હોવાથી બનાવ બન્યો.
જોકે સાથે જ રહેલા મહાવતે તરત જ હાથીને કાબૂમાં કરી લેતાં મોટી જાનહાનિ થતાં અટકી હતી. હાલ બે માદા અને એક નર હાથીને રથયાત્રામાં દૂર કરી ખાડિયા વિસ્તારમાં એક સલામત જગ્યાએ રાખવામાં આવ્યા છે.