Ahmedabad Rathyatra 2025 : 3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થિતિની કરી સમીક્ષા, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. જેના પગલે ભક્તોમાં નાસભાગ મચી હતી.જેમાં એક વ્યક્તિ ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડાયો છે.
રથયાત્રામાંથી 3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યો હતો. ગજરાજે સંતુલન ગુમાવ્યું પરંતુ એક સારી વાત સામે આવી છે. ગજરાજે સંતુલન ગુમાવ્યા બાદ પણ રથયાત્રામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટના મામલે CM અને હર્ષ સંઘવી સ્થિતિ પર સતત સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ નેતા ભૂષણ ભટ્ટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Ahmedabad : જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, આજે 27 જૂન, 2025 ના સમગ્ર દિવસના કાર્યક્રમો, રુટ અને A ટુ Z વ્યવસ્થા વિશે જાણવા અહીં ક્લિક કરો..

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
