Breaking News : રથયાત્રામાં ગજરાજના બેકાબૂ થવાનો નવો Video સામે આવ્યો, કેટલાક લોકોને ધક્કે ચઢાવી દોડ્યો, એક ઇજાગ્રસ્ત
ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબુ થયો હતો. આ ગજરાજ અચાનક જ દોડવા લાગ્યો હતો. અનેક લોકોની ઉપરથી આ હાથી દોડીને જતો રહ્યો હતો. જેનો નવો વીડિયો સામે આવ્યો છે.
વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયામાં થોડી વાર માટે અટકી ગઇ હતી. જેનું કારણ અચાનક જ રથયાત્રામાં એક નર ગજરાજનું બેકાબુ થવુ છે. ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબુ થયો હતો. આ ગજરાજ અચાનક જ દોડવા લાગ્યો હતો. અનેક લોકોની ઉપરથી આ હાથી દોડીને જતો રહ્યો હતો. જેનો નવો વીડિયો સામે આવ્યો છે.
ખાડિયા વિસ્તારમાં રથયાત્રા પસાર થઈ રહી હતી તે દરમ્યાન જ ત્રણ ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી. થોડીવાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી ગઈ હતી. એક ગજરાજ અચાનક ભીડને જોઇને બેકાબુ બન્યો હતો અને દોડવા લાગ્યો હતો. બેકાબુ હાથી એક પોળની આગળ રેલિંગ લગાવેલી હતી. તે તોડીને પોળમાં જવા લાગ્યો હતો. ગજરાજ રેલિંગ પાસે ઊભેલા લોકોની ઉપરથી થઇને રેલિંગ તોડીને પોળમાં ઘુસી ગયો હતો. તેની સાથે અન્ય બે ગજરાજ પણ તેની પાછળ પાછળ દોડી ગયા હતી.
આ ઘટનાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગજરાજ કેવી રીતે કેટલાક લોકોને કચળીને આગળ વધી જાય છે, તે જોવા મળે છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અન્ય લોકોને સામાન્ય ઇજા થઇ હતી. જો કે ગજરાજને સમયસર એક તબીબ દ્વારા ઇન્જેક્શન આપીને તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
હાથી બેકાબૂ થતા ભાગદોડમાં જે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. તે યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. છેલ્લા 5 વર્ષમાં રથયાત્રામાં હાથી બેકાબૂ બન્યાની આ પ્રથમ ઘટના સામે આવી છે. પોલીસ અને સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના બાદ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
રથયાત્રાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો