ગાંધીનગર CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વીડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાનુ સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.

જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વીડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ

રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ પોલીસ, મહાનગરપાલિકા તથા આઈ.સી.ટી. ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.
જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની 148મી રથયાત્રા અંગે તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.






































































