રાજ્યસભા

રાજ્યસભા

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.

કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.

લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.

Read More

નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

જાણીતા લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. બાદમાં 2023માં તેમને ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યસભાના સાંસદોનો કેટલો હોય છે પગાર ? સરકારી મકાન સહિત મળે છે અનેક સુવિધાઓ

લોકસભાના સાંસદોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે જ્યારે રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. લોકસભાના સાંસદો જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે ધારાસભ્યો રાજ્યસભા માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાજધાની દિલ્હીમાં સરકારી આવાસની સુવિધા આપવામાં આવે છે.

લો બોલો, રાજ્યસભામાં કોંગ્રેસની જીત બાદ, કર્ણાટકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના લાગ્યા નારા, ભાજપે શેર કર્યો વીડિયો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતી વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાની અંદર "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે તેના કાર્યકરો માત્ર નસીર હુસૈન માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી.

હિમાચલમાં બાજી પલટાઈ, રાજ્યસભાની ચૂંટણીમાં અભિષેક મનુ સિંઘવીની હાર, ભાજપ અને કોંગ્રેસને મળ્યા 34-34 વોટ

હિમાચલ પ્રદેશ રાજ્યસભાની એક બેઠક પર મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આવતા ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 68 ધારાસભ્યોમાંથી 34-34 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 40 છે. હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે.

રાજ્યસભા ચૂંટણી : સપાના ધારાસભ્યોના મતની ગોઠવણથી ભાજપ જીતશે 8 બેઠક, જાણો

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત હતા. રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને સમર્થન માટે અપીલ કરી હતી, તેમના ધારાસભ્યોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. પરંતુ છેલ્લી ઘડીએ તેમના ધારાસભ્યોએ રમત રમી હતી. સપાના 7 ધારાસભ્યોએ ભાજપના સમર્થનમાં મતદાન કરીને સપાના રાજકીય સમીકરણને બગાડ્યું છે, જેના કારણે સપાના ત્રીજા ઉમેદવારની જીત માટેની પાર્ટીની ગણતરીઓ પર પાણી ફરી વળ્યું છે.

ગાંધીનગર : રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ, રાજ્યસભામાં હવે ગુજરાત કોંગ્રેસના માત્ર 1 જ સાંસદ

ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

રાજસ્થાનથી સોનિયા ગાંધી, ગુજરાતથી જે પી નડ્ડા રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા, જાણો બીજા કોણ કોણ બન્યા રાજ્યસભાના સાંસદ ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આજે મંગળવારે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. લોકસભામાં 6 ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે.

રાજ્યસભાના 4 ઉમેદવારોમાં 2 ઉમેદવાર પાસે રિવોલ્વર, સૌથી વધુ સંપતિ ગોવિંદ ધોળકિયા પાસે, જાણો કોણ, કેટલા છે કરોડપતિ

ભારતીય જનતા પાર્ટીએ, ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ કરેલા ચારેય ઉમેદવારો કરોડપતિ છે. બે ઉમેદવારોના માથે દેવું છે તો બે ઉમેદવારો ગુજરાત જેવા શાંત રાજ્યમાં વસતા હોવા છતા, રિવોલ્વર ધરાવે છે. જેમાંથી એક ઉમેદવાર તો વિદેશી રિવોલ્વર ધરાવે છે. ચારેય ઉમેદવારોમાં સૌથી વધુ સંપતિ ધરાવનાર ગોવિંદ ધોળકિયાના નામે એક પણ કાર નથી. જ્યારે બાકીના ઉમેદવારોના નામે મોંધાદાટ વાહનો છે.

રાજ્યસભા માટે ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે કરી ખાસ વાતચીત, કર્યો આ ખૂલાસો- વીડિયો

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે tv9 સાથે ખાસ વાતચીત કરી. કાકાના હુલામણા નામથી જાણીતા સુરતના હિરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અંગે જાણો તેમણે આપેલી ખાસ પ્રતિક્રિયા

આટલા કરોડના માલિક છે સોનિયા ગાંધી, ઈટાલીમાં છે પ્રોપર્ટી પણ પોતાની કાર નથી, એફિડેવિટમાં થયો ખુલાસો

વર્ષ 2019માં સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડી હતી, પરંતુ હવે તબિયત સારી રહેતી ના હોવાથી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડે અને પાર્ટી તેમને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સોનિયા ગાંધીની આવક કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે, ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત, જુઓ Video

આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની 2 ટર્મ થઇ ગઇ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે.

રૂપિયા ઉધાર લઈને શરૂ કર્યો હીરાનો વેપાર…4800 કરોડની નેટવર્થ, જાણો કોણ છે રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા

ગોવિંદ ધોળકિયાએ વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી. ત્યારબાદ આ ઉદ્યોગમાં સતત પ્રગતિ મેળવી અને અનેક સેવાકીય કાર્યો પણ કર્યા. તેમણે રામ મંદિરના નિર્માણમાં 11 કરોડનું દાન આપ્યું હતું.

રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર…જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે

લાખાવડમાં જન્મેલા મયંક નાયકે રિક્ષા ચાલક તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. તેઓ હાલ ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રેસિડેન્ટ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને મન કી બાત ગુજરાત પ્રદેશની ટીમના ઇન્ચાર્જ પણ છે. તેમજ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.

જાણો કોણ છે જશવંતસિંહ પરમાર, જે ભાજપ માટે ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે

જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે.

ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ પાછળ શું છે ગણિત ? જાણો

ભાજપે ગુજરાતમાંથી દેશના રાષ્ટ્રીય અધ્યક્ષને રાજ્યસભાના સાંસદ તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે ત્યાં બીજી તરફ પાયાના કાર્યકર્તાઓનું પણ ભાજપ ધ્યાન રાખે છે તેવો પણ એક સંદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના નેતા તથા ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક પણ રાજ્યસભાના સાંસદ બનશે અને આ સાથે જ ભાજપે એક કાંકરે બે શિકાર કર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">