AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન 'રિફોર્મ' પર
Image Credit source: PIB
| Updated on: Nov 24, 2025 | 8:59 PM
Share

સરકારના એજન્ડામાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% FDI, IBC ઓવરહોલ, સિક્યોરિટીઝ માર્કેટ કોડ અને પરમાણુ ક્ષેત્રમાં પ્રાઇવેટ એન્ટ્રી જેવા મુખ્ય સુધારાઓનો સમાવેશ થાય છે. સરકાર 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ‘રિફોર્મ’ અભિયાન શરૂ કરી રહી છે. આ સત્રમાં 15 બેઠકો હશે.

આ ટૂંકા પરંતુ મહત્વપૂર્ણ સત્રમાં સરકાર 10 નવા બિલ રજૂ કરશે અને સિલેક્ટ કમિટીના રિપોર્ટના આધારે બે મહત્વપૂર્ણ બિલને ફરીથી મંજૂરી આપશે. સરકારના એજન્ડામાં Ease of Doing Business, Insurance Sector Overhaul, Insolvency Mechanism (નાદારી પદ્ધતિ) ને ઝડપી બનાવવા અને કેપિટલ માર્કેટ્સના મેગા કોડિફિકેશનનો સમાવેશ થાય છે.

આ સત્રમાં કયા મુખ્ય બિલ રજૂ કરવામાં આવશે?

લોકસભા બુલેટિન મુજબ, આ સત્રમાં કુલ 10 નવા બિલ રજૂ કરવામાં આવશે. આમાંથી સૌથી મહત્વપૂર્ણ Insurance Amendment Bill છે, જે Composite License ની જોગવાઈ કરે છે અને વીમા ક્ષેત્રમાં 100% FDI માટે માર્ગ ખોલે છે. આનાથી કેપિટલ ઈનફલોમાં વધારો થવાની અને વીમા ઉદ્યોગમાં કોમ્પિટિશન તેજ થવાની અપેક્ષા છે.

માર્કેટ રેગ્યુલેશન

સરકાર Securities Markets Code Bill પણ રજૂ કરશે, જે SEBI Act, Depositories Act અને Securities Contracts Regulation Act ને એક વ્યાપક કોડમાં મર્જ કરશે. આનો ઉદ્દેશ્ય માર્કેટ રેગ્યુલેશનને એકીકૃત (Integrated) અને સરળ બનાવવાનો છે.

બે મહત્વપૂર્ણ બિલ પર પણ ચર્ચા થશે

‘Jan Vishwas (Amendment) Bill અને IBC Amendment Bill’ આ બે મહત્વપૂર્ણ બિલ, જે ચોમાસા સત્ર દરમિયાન સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યા હતા, તે આ વખતે સંસદમાં પાછા ફરશે. Jan Vishwas Bill અનેક નાના અનુપાલન સંબંધિત ગુનાઓને ડિક્રિમિનલાઇઝ કરે છે, જ્યારે IBCમાં મોટા ફેરફારો દ્વારા દેવાદાર-લેણદાર વચ્ચેના વિવાદોને ઝડપથી નિવારવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. નવી સિસ્ટમમાં ક્રેડિટર-ઇનિશિયેટેડ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIIRP) જેવી જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પરમાણુ ક્ષેત્ર માટે પણ મોટી તૈયારીઓ ચાલી રહી છે

Corporate Laws Amendment Bill અને Arbitration & Conciliation Bill દ્વારા કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવા અને વિવાદના ઝડપી નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે. આ દરમિયાન, પરમાણુ ઊર્જા બિલ (Atomic Energy Bill) દ્વારા સરકાર નાગરિક પરમાણુ ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓના પ્રવેશનો માર્ગ મોકળો કરી શકે છે.

આ બિલોનો પણ સમાવેશ કરવામાં આવશે

Manipur GST Amendment Bill અને Constitution (131st Amendment) Bill, 2025 પણ સત્રમાં રજૂ કરવામાં આવશે. 131 મો સુધારો ચંદીગઢને Article 240 હેઠળ વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકે છે. આ બિલે પંજાબના રાજકારણમાં નોંધપાત્ર વિવાદ પેદા કર્યો છે.

આ સત્ર સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે 31 જાન્યુઆરીથી શરૂ થનારા બજેટ સત્ર પહેલા આ છેલ્લી કાયદાકીય વિન્ડો છે. સરકાર અહીં મુખ્ય આર્થિક અને વહીવટી સુધારાઓને મંજૂરી આપવા માંગે છે, જેથી તેની ગ્રોથ-ડ્રિવન બજેટ યોજનાઓને આગળ વધારવા માટે તેની પાસે મજબૂત કાનૂની આધારસ્તંભ તૈયાર રહે.

આ પણ વાંચો: દેશના નવા CJI સૂર્યકાંત, જાણો તેમને હવે કેટલો પગાર મળશે?

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">