30 જુલાઈના મહત્વના સમાચાર : 31 જુલાઈને ગુરુવારે, સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાશે
આજે 30 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 30 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુરુવારે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાશે, જળ સપાટી 128 મીટરને પાર
કેવડીયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 128 મીટરને પાર કરી ગઈ છે. નર્મદા ડેમમાં હાલ 70 ટકા સુધી જળ સંગ્રહ થયુ છે. જે નર્મદા ડેમની વોર્નીગ સ્ટેજ સુધી પહોંચી ગયુ છે. આવતીકાલે સવારે 11 વાગે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે. દરવાજા ખોલીને નદીમાં 1 લાખ ક્યુસેકથી 1.5 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે.
-
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્સ વિભાગની તપાસ, નોંધણીના દસ્તાવેજનો રેકોર્ડ તપાસ્યો
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હાથ ધરાઈ છે. ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 5 માં તપાસ હાથ ધરાઇ હતી. વર્ષ 2024-2025 દરમિયાન 30 લાખથી વધારેના દસ્તાવેજોની માહિતી એકત્ર કરાઇ છે. મિલકતોની વિગતોનો રિપોર્ટ અપૂરતો હોવાની માહિતીના આધારે ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે.
-
-
પાકિસ્તાનથી ઘૂસણખોરી અને આતંકવાદ સમાપ્ત કરવા મોદી સરકાર કૃતનિશ્ચયી : અમિત શાહ
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ભારતમાં બનેલા આતંકી હુમલામાં પાકિસ્તાની ઘૂસણખોરો સામેલ હોય છે. સરહદ પર ઘૂસણખોરી અટકાવવી શક્ય નથી, છતા કેટલાક પગલાઓ લઈને મોદી સરકારે આ ઘૂસણખોરી ઘટાડી દીધી છે. હુ જવાબદારી પૂર્વક રાજ્યસભામાં જણાવી રહ્યો છુ કે, પાકિસ્તાનથી ઘૂસણખોરી અને આતંકવાદ સમાપ્ત કરવા મોદી સરકાર કૃતનિશ્ચયી છે.
-
કાશ્મીરમા આતંકવાદનો અંત નજીક છેઃ અમિત શાહ
કાશ્મીર ખીણ અને જમ્મુના લોકોને સાધુવાદ આપતા અમિત શાહે કહ્યું કે, પહેલગામની આતંકી હુમલાનો વિરોધ કરવામાં એક પણ ગામ બાકાત નહોતુ રહ્યું. આજે ગામે ગામ ત્રિરંગો ફરકી રહ્યો છે. કાશ્મીરમાં આજે આતંકવાદ અંત નજીકમાં જ છે. આજે કાશ્મીરમાં બનતા આતંકી બનાવોમાં જમ્મુ કાશ્મીરનો એક પણ યુવાન સંડોવાયેલો નથી.
-
જમાતે ઈસ્લામીએ કાશ્મીરમા આતંક ફેલાવવા આગનું કામ કર્યુઃ અમિત શાહ
ફિલ્મ કલાકાર શમ્મી કુપરે કહ્યું હતે કે આ કાશ્મીરમાં મહિલા પ્રોગેસિવ હતી. સમાજ પણ સુધારાવાદને સ્વીકારતો હતો. સુફી પ્રથા અને પંડિતો હતા. તો પછી કાશ્મીર એક સમયે પ્રોગ્રેસિવ સમાજ હતો તો આ આતંકની સ્થિતિ કેમ તે જાણવા તેના મૂળમાં જતા ખબર પડી કે, જમાતે ઈસ્લામીએ શિક્ષણ સંસ્થાઓ ઉપર કબજો લઈ લીધો હતો. તેના કારણે બાળકોના મનમાં ઝેર ઘોળવવામાં આવ્યું. 5 ઓગસ્ટે 370 અને 35 એ દૂર કરીને ઝીરો ટેરર પ્લાન્ બનાવ્યો. મલ્ટી લેવલ ડિપ્લોય કરાયું, ગન, ડ્રોન સિસ્ટમ વધારીને કંટ્રોલ લેવાયો. આતંકી જ્યા મરશે ત્યાં જ દફનાવવાનો નિર્ણય કર્યો છે. ફારુક અબ્દુલાની પાર્ટીએ તેનો વિરોધ કર્યો. કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો.
-
-
નોર્થ ઈસ્ટ અને નકસલ હિંસામાં 75 ટકાનો ઘટડો થયોઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું તે નોર્થ-ઈસ્ટ અને નકસલવાદમાં 75 ટકા હિંસા ઘટી છે. કાશ્મીરમાં આતંક મુદ્દે વાત કરીશ. કાશ્મીરનુ સર્જન થયુ ત્યારે તેના માટે 370 બનાવી. 35 એ રચ્યું. કાશ્મીરનો અલગ ધવ્જ, અલગ બંધારણ રહેશે આવી જોગવાઈ હતી. આના કારણે અલગાવવાદને પ્રોત્સાહન મળ્યું. અમે બીજાથી અલગ છીએ તેવી માનસિકતા સાથે યુવાનોને ભરમાવવામાં આવ્યા. ધાર્મિક સંસ્થાઓ કટરતા ફેલાવતુ રહ્યું.
-
કોંગ્રેસે પીઓકે આપ્યું, ભાજપ તેને પાછું લાવશે… રાજ્યસભામાં અમિત શાહની જાહેરાત
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, કોંગ્રેસ ઉપર વાક્પ્રહારો કરતા કહ્યું કે, પાકિસ્તાન હસ્તક જે કાશ્મીર છે તે કોંગ્રેસે પાકિસ્તાનને આપ્યું છે. ભાજપની મોદી સરકાર તેને ભારતમાં પાછુ લાવશે.
-
NISAR સેટેલાઇટ લોન્ચ: ISRO-NASA એ સંયુક્ત રીતે પહેલીવાર સેટેલાઇટ બનાવ્યો, જે આખી પૃથ્વી પર નજર રાખશે
NISAR સેટેલાઇટ લોન્ચ નાસા-ISRO નો સંયુક્ત NISAR સેટેલાઇટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો. તે વિશ્વનો પહેલો રડાર સેટેલાઇટ છે, જે ડ્યુઅલ રડાર બેન્ડ (L-બેન્ડ અને S-બેન્ડ) નો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે પૃથ્વીનો નકશો બનાવશે. તે ગ્લેશિયર પીગળવા, જમીનનું ભૂસ્ખલન, જ્વાળામુખી, ભૂકંપ અને કૃષિપાક દેખરેખ જેવા પર્યાવરણીય અને ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોનું નિરીક્ષણ કરશે.
-
ગાંધીનગર : દરેક ઘરે પીવાનું પાણી દરરોજ પહોંચાડવા મુખ્યપ્રધાનનો આદેશ
ગાંધીનગર : દરેક ઘરે પીવાનું પાણી દરરોજ પહોંચાડવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે. સમગ્ર રાજ્યમાં સર્વે કરવા મુખ્યપ્રધાનનો કેબિનેટ બેઠકમાં આદેશ આપ્યો. કેટલાક વિસ્તારોમાં 4 દિવસે પાણી મળતું હોવાની મુખ્યપ્રધાને વાત કરી. પાણી દરરોજ નહીં મળવાના કારણો તપાસવા આદેશ કર્યો. દરરોજ લોકોને પાણી મળે તેવું આયોજન કરવા સુચના અપાઇ. કોઈપણ ઋતુમાં પાણી નિયમીત મળે તેવી વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે. પાઇપલાઇન, સંપ, મોટર કે અન્ય જે ખૂટતું હોય તેનો રિપોર્ટ બનાવવા આદેશ આપ્યો.
-
ભાવનગરઃ મેયરે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી
ભાવનગરઃ મેયરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. મેયર ભરત બારડે સોશિયલ મીડિયામાં હૈયા વરાળ ઠાલવી છે. વોટ્સએપ ગ્રુપમાં મેસેજ લખી મેયરે બળાપો વ્યક્ત કર્યો. ખોટી રીતે દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવુ જણાવ્યુ. થોડી મિનિટોમાં ગ્રુપ એડમિને મેયરની પોસ્ટ ડીલીટ કરી. ભાજપ પ્રભારી રત્નાકરની મુલાકાત પહેલા જ ભાવનગર ભાજપમાં ડખો જોવા મળી રહ્યો છે. ભાવનગર ભાજપમાં અલગ અલગ ત્રણ ગ્રુપો થતા શહેર સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે માથાકૂટો અંદર ખાને શરૂ થતી જોવા મળી રહી છે.
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમમાં 2 લાખ 22 હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉપરવાસમાંથી પાણી આવકથી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 127.74 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 1.27 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધી 60 ટકા ભરાયો છે. નર્મદા ડેમમાંથી હાલ પાણીની જાવક 41,793 ક્યુસેક છે. નર્મદા ડેમમાં 1870.40 MCM પાણીનો જથ્થો સંગ્રહિત છે. પાણીની આવક થતા RBPH, CHPH પાવર હાઉસ ચાલુ છે.
-
ભરૂચ: અંકલેશ્વર તાલુકામાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
ભરૂચ: અંકલેશ્વર તાલુકામાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ચાલુ વરસાદે રોડની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. પીલુદ્રા ગામે વરસાદ વચ્ચે RCC રોડની કામગીરી કરી. રોડની ગુણવત્તાને લઈ તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માગ છે.
-
કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે
કાશ્મીર ટુરિઝમને લઈને મહત્વના સમાચાર છે. કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઉમર અબ્દુલ્લા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. કાશ્મીરના CM સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ગુજરાતના વિવિધ ટુર ઓપરેટરો સાથે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરાયુ છે. પહલગાવના હુમલા બાદ કાશ્મીરના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો. ફરી કાશ્મીરમાં પ્રવાસન વધે તે માટે કાશ્મીરના CM ગુજરાત મુલાકાતે છે. CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
-
2 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થયા, ભેદી રોગચાળાની આશંકા
અમરેલીઃ દેશની શાન ગણાતા સાવજ ઉપર સંકટ આવ્યુ છે. જાફરાબાદ તાલુકાના કાગવદર સીમ વિસ્તારમાં સિંહોના રેસ્કયુ ઓપરેશન શરુ કરવામાં આવ્યો છે. 9 સિંહબાળ 1 સિંહણને પાંજરે પુરવામાં આવ્યા છે. સિંહબાળની હાલત અત્યંત નાજુક છે. 2 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થયા હતા. સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકા છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનની જાફરાબાદ રેન્જમાં વનવિભાગ દોડતું થયુ છે. માઇન્સ વિસ્તાર ઉધોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સિંહબાળના વનવિભાગ સેમ્પલ લેશે એનિમલ ડોક્ટરની ટિમ હેલ્થ અંગે ચકાસણી કરશે.
-
પાકિસ્તાન સાથે ન તો મિત્રતા હતી તો આવી સિંધુ સંધિ શા માટે – જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને પહેલગામ હુમલા પછી લેવાયેલ સૌથી મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને કહ્યું કે જ્યારે પાકિસ્તાન સાથે ન તો મિત્રતા હતી કે ન તો સદ્ભાવના, તો પછી આવી સિંધુ જળ સંધિની શું જરૂર હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ શાંતિની કિંમત હતી. આ તુષ્ટિકરણની કિંમત હતી. તેઓ પંજાબ, રાજસ્થાન, હરિયાણાના ખેડૂતોની ચિંતા કરતા ન હતા. તેઓ પાકિસ્તાનના પંજાબના ખેડૂતોની ચિંતા કરતા હતા.
-
અરવલ્લીઃ ડીસાના બટાકા વેપારી સામે ફરિયાદ
અરવલ્લીઃ ડીસાના બટાકા વેપારી સામે ફરિયાદ નોંધાઇ છે. ધનસુરા પોલીસ મથકમાં બે વેપારી સામે ફરિયાદ નોંધાઇ. કમિશન એજન્ટ અને ખેડૂતો છેતરપિંડી આચરી હતી. એજન્ટ સાથે 20.64 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી. છેતરપિંડીનો ભોગ બનેલા એજન્ટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
-
ગાંધીનગર: કલોલ પાલિકામાં અરજદારનો આપઘાતનો પ્રયાસ
ગાંધીનગર: કલોલ પાલિકામાં અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ચીફ ઓફિસરની કેબિનમાં જ બોટલમાંથી દવા ગટગટાવી. દવા પીધા બાદ અરજદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ચીફ ઓફિસરે નિયમ પ્રમાણે સોસાયટીની આકારણી માગી હતી. બાંધકામ કાયદેસર હોવાનો પુરાવો ન હોવાથી અરજદાર ઉશ્કેરાયા. અરજદારે આકારણીના જ પ્રશ્નમાં પાલિકામાં RTI અરજી કરી હતી. પાલિકાએ જવાબ આપ્યા બાદ અરજદારે અનેક આક્ષેપ કર્યા હતા. જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવી આપઘાતની ચીમકી આપી હતી. બોટલમાં ઝેરી પદાર્થ ન હોવાનો ચીફ ઓફિસરે દાવો કર્યો.
-
રશિયાના દૂર પૂર્વ કિનારા પર સુનામી પહોંચી, લોકોનું રેસ્ક્યૂ
સમાચાર એજન્સી AFP અનુસાર, રશિયાના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે રશિયાના દૂર પૂર્વ કિનારા પર સુનામી આવી હતી, જેના કારણે સેવેરો-કુરિલ્સ્ક બંદર શહેર પૂર આવ્યું હતું, જ્યાં લગભગ 2,000 લોકો રહે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.”
BREAKING China, Peru, Ecuador issue tsunami warnings after magnitude-8.8 earthquake struck off Russia’s Kamchatka Peninsula pic.twitter.com/qK8QnDfVPB
— AFP News Agency (@AFP) July 30, 2025
-
જાપાનના કુશીરો પોર્ટ પર સુનામીની પહેલી લહેર પહોંચી
રશિયામાં ભૂકંપને પગલે અનેક દેશો પર સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જાપાનમાં લોકોને કાંઠા વિસ્તારોને છોડી દેવા ચેતવણી જાહેર કરાઈ છે. સમુદ્રમાં 3 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુનામીના જોખમને જોતા જાપાનમાં ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં જાપાનમાં 9 ની તીવ્રતાના ભૂકંપ બાદ જે સુનામી આવી હતી.. તેમાં ફુકુશિમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.
Tsunami hits coasts of Japan’s Hokkaido and Russia’s Kuril Islands, moments after 8.7-magnitude earthquake#RussiaEarthquake #JapanEarthquake #Japan #Russia #TsunamiWarning #JapanTsunami #RussiaTsunami #Earthquake #TV9Gujarati pic.twitter.com/jCQBjIyaEH
— Tv9 Gujarati (@tv9gujarati) July 30, 2025
-
દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ
કામચત્સ્કીના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં જણાવ્યું હતું કે આજનો ભૂકંપ તીવ્ર અને દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ભૂકંપ અને સુનામીના ભયને પગલે રશિયાના સખાલિન પ્રદેશના નાના શહેર સેવેરો-કુરિલ્સ્કમાં રહેવાસીઓનું સ્થળાંતર ચાલુ છે, સખાલિનના ગવર્નરે પુષ્ટિ આપી છે. આ પ્રદેશમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ ઝડપથી કામ કરી રહ્યા છે. અધિકારીઓએ રહેવાસીઓને સતર્ક રહેવા અને તમામ કટોકટી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
-
રશિયાના કામચટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ
રશિયાના કામચટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. વિનાશક ભૂકંપને પગલે કામચટકામાં અનેક મકાન ધરાશાયી થયા. જમીનમાં 74 કિ.મી. નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. ગ્વાટેમાલામાં પણ 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પ્રશાંત મહાસાગરના રિંગ ઑફ ફાયરના અનેક દેશ પ્રભાવિત થયા છે. ભૂકંપ બાદ અનેક સ્થળો પણ સુનામીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. રશિયા, અમેરિકા, જાપાન સુધી સુનામીનો ડર છે. યુએસના કેલિફોર્નિયા, અલાસ્કા, ઓરેગન, હવાઈમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.
-
અમદાવાદ: અખબારનગર અંડરપાસ પાસે અકસ્માત
અમદાવાદ: અખબારનગર અંડરપાસ પાસે અકસ્માત થયો. કાર ચાલકે સ્કૂટરને અડફેટે લીધુ. સ્કૂટરને અડફેટે લીધા બાદ ડિવાઇડર સાથે કાર ટકરાઇ. અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં. કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે. પોલીસે કારચાલકની અટકાયત કરી.
-
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે
રાજ્યસભામાં ચર્ચા આજે બપોરે 1 વાગ્યે વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના ભાષણથી શરૂ થશે. ગૃહના નેતા જેપી નડ્ડા બપોરે 3 વાગ્યે બોલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસના પ્રવાસે જશે. નવીનતમ સમાચારથી અપડેટ રહેવા માટે પેજ સાથે જોડાયેલા રહો.
Published On - Jul 30,2025 7:28 AM