AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેશોદ એરપોર્ટના રન વેનું વિસ્તરણ, જાન્યુઆરી 2027 સુધીમાં AB-320 પ્રકારના વિમાન ઉતરી શકશે

કેશોદ રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે.

કેશોદ એરપોર્ટના રન વેનું વિસ્તરણ, જાન્યુઆરી 2027 સુધીમાં AB-320 પ્રકારના વિમાન ઉતરી શકશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2025 | 7:16 PM
Share

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ મોટા AB-320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAI એ અંદાજિત રૂ. 364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે 5 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલેના નિવેદન મુજબ, કેશોદ રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે.

AAI એ અંદાજિત કુલ રૂ. 364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે. 6500 ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે 400 આગમન અને 400 નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે.

નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી 15 મહિનાની છે. બંને પ્રોજેક્ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્ધતા, ફાઇનાન્સિઅલ ક્લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.

Parimal Nathvani, MP, Rajyasabha,

Parimal Nathwani MP, Rajya Sabha

કેશોદ એરપોર્ટ પર ચાલી રહેલા વિસ્તરણના મહત્વ પર પ્રકાશ પાડતા, પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરના વન્યજીવ ઉત્સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમજ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્તોને આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે.”

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">