રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિને ઠગવાનો પ્રયાસ, સાયબર ઠગ DoT અધિકારી બનીને કહ્યું- પોર્નોગ્રાફિક વીડિયો શેર કર્યા છે !
તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેને દરેક વ્યક્તિને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, 'DoT' અધિકારીએ રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિની ઠગાઈ કરી અને પોર્નોગ્રાફિક વીડિયોઝ શેર કરવાની ધમકી આપી હતી.

ભારતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી મોટાભાગના લોકો છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
સુધા મૂર્તિ આ જાળમાં કેવી રીતે ફસાયા?
છેતરપિંડી કરનારાઓએ રાજ્યસભાના સાંસદ ‘સુધા મૂર્તિ’ને ધમકીભર્યા ફોન કર્યા હતા. કોલરે (Caller) ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના અધિકારી તરીકેની ઓળખ આપીને સુધા મૂર્તિની વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સમાચાર સંસ્થા ANI અનુસાર, રાજ્યસભા સાંસદ અને સામાજિક કાર્યકર્તા સુધા મૂર્તિને 5 સપ્ટેમ્બરના રોજ ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના અધિકારી તરીકે બતાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, સુધા મૂર્તિના આધાર-લિંક્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક વીડિયોઝ ઓનલાઇન શેર કરવામાં આવી રહ્યા છે.
ઠગ ‘DoT’ નો અધિકારી
વધુમાં ઠગે ધમકી આપી હતી કે, જો સુધા મૂર્તિ તેની વાત નહીં માને તો બપોર સુધીમાં તેની મોબાઇલ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. ટ્રુ-કોલર પર ફોન કરનારનો નંબર “Telecom Dept” તરીકે દેખાયો, જેના કારણે છેતરપિંડી કરવી વધુ સરળ બની ગઈ હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટના બાદ સુધા મૂર્તિએ બેંગલુરુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IT એક્ટની કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસનું કહેવું છે કે, ફોન કરનારે DoT અધિકારી તરીકે પોતાની જાતને રજૂ કરીને સુધા મૂર્તિની પર્સનલ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. છેતરપિંડી કરનારને પકડવા માટે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
