પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાની આત્મહત્યા બાદ નથી મળી રહ્યો તેનો મોબાઇલ, ડિપ્રેશનની દવા લેતા હોવાનો પણ ખુલાસો
પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા કેસ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીનો મોબાઇલ ફોન ગુમ છે. એટલુ જ નહીં આપઘાતને લઇને જીત પાબારીએ કોઇ સુસાઇડ નોટ લખી હોવાનું પણ ધ્યાને આવ્યુ નથી.તો અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ આ કેસમાં થયા છે.

પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા કેસ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીનો મોબાઇલ ફોન ગુમ છે. એટલુ જ નહીં આપઘાતને લઇને જીત પાબારીએ કોઇ સુસાઇડ નોટ લખી હોવાનું પણ ધ્યાને આવ્યુ નથી.તો અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ આ કેસમાં થયા છે.
રાજકોટમાં પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ આત્મહત્યા કર્યા પછી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલા ઘરે જીત પાબારી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. સવારે પરિવારજનોએ જીતના રૂમમાં નજર કરી ત્યારે તે ફાંસો લટકતી સ્થિતિમાં દેખાયો હતો. તાત્કાલિક કાલાવડ રોડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જીત છેલ્લા ઘણા સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતો
પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આશ્ચર્યજનક રીતે જીતનો મોબાઈલ ફોન ઘટનાસ્થળેથી ભેદી રીતે ગુમ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે આત્મહત્યાના કેસમાં વધુ સવાલો ઊભા થયા છે. હાલ કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ જીત છેલ્લા ઘણા સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતો અને તે ડિપ્રેશનની દવાઓ પણ લેતો હતો.
એક વર્ષ પહેલા જીત વિરુદ્ધ નોંધાઇ હતી દુષ્કર્મની ફરિયાદ
આ ઉપરાંત મહત્વપૂર્ણ એંગલ એ છે કે 26 નવેમ્બર 2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરુદ્ધ પૂર્વ મંગેતરએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. યોગાનુયોગ, ફરિયાદ નોંધાવાની તારીખે જ એક વર્ષ પછી જીતે આત્મહત્યા કરી હોવાની ઘટના અનેક શંકાઓ ઉભી કરે છે.
જીતના મોત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસને વધુ વેગ આપ્યો છે. જીતના રૂમની સઘન તપાસ અને સ્થળ પંચનામું આજે કરવામાં આવી રહ્યું છે. મૃતક માનસિક દબાણ, ગુમ થયેલો મોબાઈલ અને નોંધાયેલ દુષ્કર્મ કેસ—આ તમામ બાબતોને આધારે પોલીસ તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.
વીથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ