Breaking News : પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા
જીત પાબારીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. પૂર્વ ક્રિકેટરના સાળાએ પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે.તમને જણાવી દઈએ કે,નવેમ્બર 2024માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે.

જીત પબારીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. પૂર્વ ક્રિકેટરના સાળાએ પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે.તમને જણાવી દઈએ કે,નવેમ્બર 2024માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે.ગત્ત વર્ષે પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પબારી વિરુદ્ધ પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જીત પાબારીના બનેવી ચેતેશ્વર પુજારા છે.
તમને જણાવી દઈએ કે, પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પબારી વિરુદ્ધ પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટની યુવતીનો દાવો હતો કે, તેની સગાઈ કર્યા બાદ અનેક વખત તેના સાથે શારીરિક સંબંધો બાંધ્યા ત્યારબાદ જીત પબારીએ કોઈ પણ કારણ વગર સગાઈ તોડી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.ચેતેશ્વર પુજારાના નામે મને અવાર નવાર યુવતીને ધમકી આપવામાં આવતી હતી. આ સાથે જ યુવતી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જીત પબારી દ્વારા સગાઈ બાદ તેને માર પણ મારવામાં આવ્યો હતો.
Rajkot: Cheteshwar Pujara’s Brother-in-Law Commits Suicide; Police Investigation Underway | Gujarat | TV9Gujarati#RajkotNews #SuicideCase #CheteshwarPujara #PoliceInvestigation #BreakingNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/LObGCKRasX
— Tv9 Gujarati (@tv9gujarati) November 26, 2025
હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જીત છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. તેમજ તેના વિરુદ્ધ થોડા સમય પહેલા દુષ્કર્મનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ચેતેશ્વર પુજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ
ભારતીય ટીમના મિડલ ઓર્ડર તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેમણે 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં છેલ્લી વખત ભારત માટે રમ્યો હતો.ચેતેશ્વર પૂજારાની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે,ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા પાબારી પણ સ્ટાઇલ અને સુંદરતાના મામલે બધાને ટકકર આપે છે,ચેતેશ્વર પુજારાથી પૂજા પબારી 6 વર્ષ નાની છે અને તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1993ના રોજ થયો છે. પુજાએ રિટેલ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે અને એચઆર હેડ તરીકે કામ કર્યું છે. પુજા એક બિઝનેસવુમન પણ છે.
પરિવાર સાથે છોકરી જોવા ગયો, બે કલાક સુધી વાતચીત કર્યા બાદ લગ્ન માટે હા પાડી અહી ક્લિક કરો