Breaking News: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી ! અનેક શહેરમાં AQI 300ને પાર,જુઓ Video
શિયાળો આવતાની સાથે જ હવાની ખરાબ ગુણવત્તાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે હવે દિલ્હી નહીં પરંતુ ગુજરાતના મહાનગરોની હવા પણ ઝેરી બની ગઈ છે. રાજકોટ, અમદાવાદ અને સુરતની હવા ઝેરી બની છે.

શિયાળો આવતાની સાથે જ હવાની ખરાબ ગુણવત્તાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે હવે દિલ્હી નહીં પરંતુ ગુજરાતના મહાનગરોની હવા પણ ઝેરી બની ગઈ છે. રાજકોટ, અમદાવાદ અને સુરતની હવા ઝેરી બની છે. આ શહેરોની હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની છે.
રાજકોટની હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં AQI 300ને પાર પહોંચ્યો છે. સોરઠિયાવાડી, RMC સેન્ટ્રલ ઝોન કચેરી પાસે પ્રદૂષણનું સ્તર ઊંચું નોંધાયું છે. ત્યારે જામ ટાવર વિસ્તારમાં હવાની ગુણવત્તા ચિંતાજનક બની છે. હવામાં રજકણ અને ધુમ્મસની માત્રા વધુ હોવાથી પ્રદૂષણમાં વધારો થયો છે. આજે સવારે સાડા દસની આસપાસ પણ શહેરનો સરેરાશ AQI 250 જેટલો નોંધાયો હતો. આટલો ઊંચો AQI નોંધાયો છે.
અમદાવાદમાં જોખમી સ્તરે હવાની ગુણવત્તા
તો બીજી તરફ અમદાવાદ મેટ્રોસિટીમાં જોખમી સ્તરે હવાની ગુણવત્તામાં વધારો થયો છે. અમદાવાદનો સરેરાશ AQI 200ની નજીક પહોંચ્યો છે. અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા પાસે AQI 214 નોંધાયો છે. બોડકદેવમાં AQ1 212, વિક્રમ નગરમાં 208 નોંધાયો છે. તેમજ શાહીબાગ, વટવા, ચાંદખેડામાં પણ પ્રદૂષિત હવા બની છે. આ ઉપરાંત મણિનગર, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં AQI 180 થી 200 વચ્ચે પહોંચ્યો છે.
અમદાવાદમાં આજે સવારે સાડા દસની આસપાસ જે આંકડા સામે આવ્યા છે તેમાં અમદાવાદ શહેરનો સરેરાશ AQI 199ની નજીક જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં 190થી વધુ AQI હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 150થી ઉપરનો AQI હવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું જણાવે છે.
સુરત શહેરમાં AQI 250ને પાર પહોંચ્યો
આ તરફ સુરત શહેરમાં પણ AQI 250ને પાર પહોંચ્યો છે. 5 દિવસથી હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. વેસુ, અલથાણ, ઉધના, સચિનમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. તેમજ પાંડેસરા, પાલમાં પણ AQI ઊંચો નોંધાયો છે. ધુમ્મસ ભરેલા વાતાવરણને લીધે શહેરીજનોને હાલાકી થઈ છે. વધતા પ્રદૂષણ વચ્ચે અઠવા ગેટ ખાતે મુકેલ ડિસ્પ્લે પણ બંધ કરાયો છે.
સુરતના અનેક વિસ્તારોમાં AQI 250ને પાર પહોંચી ગયો છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા AQIને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. વાયુ પ્રદૂષણને પગલે ફેફસાંને નુકસાન થવાનું જોખમ ઊભું છે. બીજી તરફ શહેરનું AQI જણાવતું અઠવા ગેટ પાસે મુકેલ ડિસ્પ્લે પણ બંધ છે.