AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ

ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધારસ્તંભ બની રહી છે.

PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ
| Updated on: Dec 12, 2025 | 9:49 PM
Share

ખેડૂતોમાં ચર્ચાઈ રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર કેન્દ્ર સરકારે અંતિમ શબ્દ કહી દીધા છે. શું PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક સહાય રકમ ₹6,000 થી વધારીને ₹12,000 કરવામાં આવશે? — આ પ્રશ્નનો જવાબ રાજ્યસભામાં રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે 12 ડિસેમ્બર, 2025ના રોજ આપ્યો.

ડિસેમ્બર 2024માં સંસદીય સ્થાયી સમિતિએ વર્તમાન મોંઘવારી અને ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને સહાય રકમ ₹12,000 કરવાની ભલામણ કરી હતી. પરંતુ સરકારએ સ્પષ્ટ કહ્યું છે કે સહાય બમણી કરવાની કોઈ યોજના હાલ વિચારાધિન નથી. આ સાથે ખેડૂતોમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે.

કિસાન ID ફરજિયાત છે કે નહીં?

સાંસદ સમીરુલ ઇસ્લામે પ્રશ્ન ઉઠાવ્યો કે PM કિસાનના હપ્તા મેળવવા કિસાન આઈડી ફરજિયાત છે કે કેમ? જવાબમાં રાજયમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટતા કરી કે કિસાન આઈડી માત્ર નવી નોંધણી માટે ફરજિયાત છે, તે પણ ફક્ત 14 રાજ્યોમાં, જ્યાં ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે જ્યાં હજી આ પ્રક્રિયા શરૂ નથી, ત્યાં કિસાન આઈડી વિના પણ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે છે.

PM કિસાન યોજના – કોને મળે છે લાભ?

ફેબ્રુઆરી 2019માં શરૂ કરાયેલી આ કેન્દ્રીય યોજના હેઠળ ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય આપવામાં આવે છે.

આ રકમ DBT દ્વારા ત્રણ હપ્તામાં—દરેક ₹2,000—ખેડૂતના આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે. નોંધનીય છે કે આ યોજના ફક્ત જમીન માલિક ખેડૂતો માટે છે અને કેટલાક આર્થિક રીતે સક્ષમ વર્ગોને બાકાત રાખવામાં આવ્યા છે.

અત્યાર સુધી 21 હપ્તાઓ જારી—₹4.09 લાખ કરોડનું DBT

સરકારના આંકડા મુજબ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 21 હપ્તાઓમાં ₹4.09 લાખ કરોડની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે.  આ યોજના દેશની સૌથી મોટી Direct Benefit Transfer (DBT) યોજનાઓમાંની એક બની ગઈ છે.

લાભાર્થી યાદી કેવી રીતે ચકાસવી?

ખેડૂતો તેમના નામ PM કિસાન લાભાર્થી યાદીમાં સરળતાથી ચકાસી શકે છે. તે માટે સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર ‘Farmer Corner’ વિભાગમાં Beneficiary List વિકલ્પ પસંદ કરવો અને રાજ્ય–જિલ્લો–બ્લોક–ગામની માહિતી દાખલ કરવી પૂરતી છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">