Breaking News : મહિલા ખેલાડીઓ માટે નવો નિયમ, કોઈપણ સંજોગોમાં જેન્ડર ટેસ્ટ કરાવવો પડશે
વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલે મહિલા ખેલાડીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે મહિલા ખેલાડીઓ એકવાર લિંગ પરીક્ષણ (Gender Test) કરાવવું ફરજિયાત બની ગયું છે. દરેક મહિલા ખેલાડીએ SRY જનીન ટેસ્ટ કરાવવો પડશે.

વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલે વર્લ્ડ રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી મહિલા એથલીટો માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે અને 13 સપ્ટેમ્બરથી શરુ થનાર ટોક્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશઈપ પર લાગુ થશે. જેના હેઠળ 1 સપ્ટેમ્બર 2025થી તમામ મહિલા ખેલાડીઓને SRY ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ચીફ સ્વૈબ કે બ્લડ સેમ્પલ દ્વારા કરવામાં આવશે અને તેનો હેતુ મહિલાઓ બની સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓને અટકાવવાનો છે.
મહિલા ખેલાડીઓએ લિંગ પરીક્ષણ કરાવવું પડશે
નવા નિયમ હેઠળ મહિલા કેટેગરીમાં ભાગ લેનાર તમામ એથ્લીટોને SRY ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જે ચીફ સ્વૈબ કે બ્લડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. એથ્લીટ પોતાની સુવિધાઓ અનુસાર ટેસ્ટ પસંદ કરી શકે છે. આ ટેસ્ટ જીવનમાં માત્ર એક વખત કરાવવાનો રહેશે. જે ખેલાડી આ ટેસ્ટ કરશે નહી. તે વર્લ્ડ રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકશે નહી. વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ આ પગલાને એથ્લેટિક્સમાં વધુ મહિલાઓને આકર્ષિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
વર્લ્ડ એથ્લેટિક્સના અધ્યક્ષ સેબેસ્ટિયન કોએ કહ્યું વર્લ્ડ એથલેટિક્સમાં મહિલાઓ રમતની અખંડતાની રક્ષા કરવો અમારું લક્ષ્ય છે. અમારું માનવું છે કે, જો કોઈ મહિલા ખેલાડીઓ રમતમાં આવે તો તેને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે, તે બાયોલોજિક્લ અવરોધ ન હોય. બાયોલોજિક્લ જેન્ડરની પુષ્ટિ કરવું એક મોટું પગલું છે. અમે સ્પષ્ટ કહી રહ્યા છે કે, એથ્લીટ સ્તર પર મહિલા વર્ગમાં પ્રતિસ્પર્ધા કરવા માટે તમારે જૈવિક રુપથી મહિલા હોવું જરુરી છે. મારા અને વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ માટે હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે લિંગ જૈવિક રીતે સ્ત્રી હોવા કરતાં ઉપર ન હોઈ શકે.
પેરિસ ઓલિમ્પિક 2024માં મચી હતી ધમાલ
અલ્ઝીરિયાની બોક્સર ઈમાન ખેલીફ અને તેના જેન્ડર પેરિસ ઓલિમ્પિક 2024માં ખુબ ચર્ચામાં રહી હતી. ખેલીફ પર આરોપ લાગ્યો હતો કે, તે બાયોલોજિક્લ મેલ એટલે કે, તેનો જન્મ પુરુષના રુપમાં થયો હતો પરંતુ તે મહિલા કેટેગરીમાં રમવા આવી હતી. આખી દુનિયામાં આ બાબતે ધમાલ મચી હતી પરંતુ ઓલિમ્પિક કમેટીએ તેને સપોર્ટ કર્યો હતો અને IBA ટેસ્ટિંગ પર સવાલો ઉભા કર્યાસ હતા. અંતે ખેલીફે પોતાની જ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
