Breaking News : મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 199 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો
World Weightlifting Championships : ભારતની સ્ટાર વેટલિફ્ટ્ર મીરાબાઈ ચાનુએ નોર્વેમાં 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

Mirabai Chanu, World Weightlifting Championships 2025 : ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2025ના 48 કિલોગ્રામ ભાર વર્ગમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેમણે આ ચેમ્પિયનશીપમાં ભારતની મેડલ જીતવાની 3 વર્ષની રાહ પૂર્ણ કરી છે. તે માત્ર 12 કિલોગ્રામથી ગોલ્ડ મેડલથી ચૂકી હતી પરંતુ તેમ છતાં તેમણે આ ચેમ્પિયનશીપમાં 199 કિલોગ્રામ ભાર વર્ગમાં મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે.
મીરાબાઈ ચાનુએ જીત્યો સિલ્વર મેડલ
મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ ભાર વર્ગમાં કુલ 199 કિલોગ્રામ (84 કિલો સ્નેચ + 115 કિલો ક્લીન એન્ડ જર્ક)માં વજન ઉઠાવી સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. નોર્થ કોરિયાની રિ સોંગ ગુમે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે કુલ 213 કિલોગ્રામનો વજન ઉપાડ્યો હતો. ચીનની થાન્યાથને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. ચાનુએ સ્નેચમાં સારી શરુઆત કરી અને 84 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો.
Mirabai Chanu wins SILVER at the 2025 Weightlifting World Championships with this 115kg (253lbs) clean & jerk! pic.twitter.com/BCnx1v9RUY
— Squat University (@SquatUniversity) October 2, 2025
તેમણે આગામી બે પ્રયાસોમાં 87 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. તેનું 84 કિલો વજન ઉપાડવું સ્નેચ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે પૂરતું હતું. ક્લીન એન્ડ જર્કમાં, મીરાબાઈએ 109 કિલો વજન ઉપાડીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે 112 કિલો અને અંતે 115 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે, તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે.
મીરાબાઈએ રચ્યો ઈતિહાસ
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચાનુએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે વર્ષ 2017માં આ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 2022માં આ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેમણે ત્રીજી વખત ચેમ્પિયનશીપમાં મેડલ પોતાને નામ કર્યો છે.
ગત્ત વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો
મીરાબાઈ ચાનુએ ગત્ત મહીને અમદાવાદમાં આયોજિત 2025 કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 193 કિલો ભારવર્ગના પોડિયમમાં ટોપ સ્થાન મેળવ્યું હતુ. આ ગોલ્ડ મેડલ તેમને 2026 ગ્લાસગો કોમનવેલ્થ રમત માટે સીધી ક્વોલિફાય કરવાની તક આપી છે.
