Breaking News : કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન પછી ભવનાથમાં ભડક્યો વિવાદનો જ્વાળામુખી! જુઓ Video
જૂનાગઢમાં કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ ભવનાથમાં સાધુ-સંતો આમને-સામને આવ્યા છે. રુદ્રેશ્વર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી પર અમરગીરી બાપુએ ડ્રગ્સના વેપાર, છોકરીઓને આશ્રમમાં લાવવા અને ગેરકાયદેસર કામોના ગંભીર આક્ષેપો કર્યા છે. ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક કરવાની માગ ઉઠી છે.
જૂનાગઢના ભવનાથમાં મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ સાધુ-સંતો વચ્ચે ઉગ્ર સંઘર્ષ જોવા મળ્યો છે. કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. આ મામલે રુદ્રેશ્વર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી પર અમરગીરી બાપુએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. અમરગીરી બાપુએ દાવો કર્યો છે કે, ઇન્દ્રભારતી વિશે વાયરલ થયેલી પત્રિકા અને એફિડેવિટ ફાઇલ થયા બાદ તેમની અનેક કરતૂતો સામે આવી છે.
આક્ષેપો અનુસાર મહંત ઇન્દ્રભારતી સાધુના વેશમાં ગેરકાયદેસર કામો કરે છે. તેમના આશ્રમમાં ડ્રગ્સનો વેપાર ચાલે છે અને છોકરીઓ પણ પહોંચાડવામાં આવે છે. અમરગીરી બાપુએ જણાવ્યું કે, આશ્રમમાં ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન અને કોકેન જેવા નશીલા પદાર્થોનો ધંધો થાય છે. ઇન્દ્રભારતી કરોડો રૂપિયાના આશ્રમમાં રજવાડી ઠાઠથી રહે છે, ભવનાથને પચાવી પાડવાના પણ પ્રયાસો કરાયા હોવાના આક્ષેપો છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક કરવા માટે માગ ઉઠી છે.
બેંક લોકરમાંથી વસ્તુ ચોરાઈ જાય તો કેટલું વળતર મળે ? નિયમો શું છે ? જાણો વિગતે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

