AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કીર્તિ પટેલના ત્રાસથી જેતપુરના યુટ્યુબરે ગટગટાવ્યુ ફિનાઈલ, ધમકી અને ખંડણી માગવાનો આરોપ Video

મહાશિવરાત્રીના દિવસે જુનાગઢના ભવનાથમાં આયોજિત મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં બે ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ જ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપનારી કીર્તિ પટેલ સામે જેતપુરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2026 | 2:11 PM
Share

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગી કુંડમાં સ્નાન કરવા મામલે વિવાદમાં આવેલી કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે અને તેની સામે જેતપુરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલના ત્રાસથી જેતપુરના એક યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈન્સ્ટાગ્રામ બ્લોગર યુવક કીર્તિ પટેલ સામે ધમકી આપવાનો અને પૈસા આપવાનો આરોપ લગાવ્યો છે.

આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે ફિનાઈલ પીધા પહેલા લાઈવ વીડિયો બનાવી તેની વેદના વ્યક્ત કરી હતી. આ યુવકે ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવ્યો હતો. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાનો વીડિયો વાયરલ કર્યા બાદ યુવકે કીર્તિ પટેલને પડકાર ફેંક્યો હતો અને ઈન્દ્રભારતી બાપુનુ સમર્થન કર્યુ હતુ. હવે આ યુવકે ફિનાઈલ પીતા પહેલા વીડિયો બનાવી કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કીર્તિ પટેલ અને દિવ્યા તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો અને અવારનવાર પૈસાની માગણી કરતી હોવાનો આરોપ લગાવ્યો અને તેમના ત્રાસના કારણે જ સુસાઈડ કરતો હોવાનો વીડિયો બનાવ્યો હતો.

હાલ આપઘાતનો પ્રયાસ કરનાર 27 વર્ષિય યુવક જેતપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકની હાલત સ્થિત છે તેવુ સામે આવ્યુ છે. પોલીસે લીધેલા નિવેદનમાં યુવકે કીર્તિ પટેલ અને જુનાગઢની દિવ્યા સાવલાણી, જસપાલ સિંહ, અનુચાવડા અને વિક્રમ મેવાડા સામે માનસિક ત્રાસ આપતા ફરિયાદ કરી છે. ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં યુવકે બનાવેલો વીડિયો ડિલિટ કરવા માટે કહ્યુ હતુ નહીંતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આપને જણાવી દઈએ કે આ વિવાદ શરૂ થયો હતો વિવાદિત કિર્તી પટેલની જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુ વિરૂદ્ધ કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટથી. જેમાં કિર્તી પટેલે ઈન્દ્રભારતી બાપુને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે તમારી બધી પોલ ખોલી નાખીશ. જે બાદ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે વીડિયો બનાવી કિર્તીને આવું ન કરવા પડકાર ફેંક્યો હતો. જુઓ તે સમયે આ યુવકે વીડિયોમાં શું કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે આ સમગ્ર વિવાદની શરૂઆત કીર્તિ પટેલની ઈન્દ્રભારતી બાપુ સામેની પોસ્ટ બાદ થયો છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપત યુવકે બાપુના સમર્થનમાં વીડિયો બનાવ્યો હતો અને ઈન્દ્રભારતી બાપુને તેમના પૂજનિય અને પિતા સમાન ગણાવ્યા હતા. યુવકે કહ્યુ હતુ કે તે વિધર્મી હોવા છતા ઈન્દ્રભારતી બાપુનું સમર્થન કર્યુ હતુ અને કીર્તિ પટેલને પડકાર ફેંક્યો હતો કે તુ ઈન્દ્રભારતી બાપુને બદનામ કરવાનું બંધ કરી દે અને અહીં જુનાગઢ પડવાનું રહેવા દે તું જ્યાં રહેતી હોય ત્યા રહે અને ભાગતી ફર.

આ વીડિયો બાદ યુવકનો બીજો વીડિયો સામે આવ્યો, જેમા તે હાથમાં ફિનાઈલની બોટલ લઈને કીર્તિ પટેલ માનસિક ત્રાસ આપતી હોવાથી આપઘાત કરવાનું કહેતો જોવા મળ્યો હતો.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદ વકરતા કીર્તિ પટેલનો મોટો ધડાકો, ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની આપી ધમકી- Video

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">