AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ

જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં અત્યારે માત્ર ભજન કે ભોજનનો સૂર નથી, પણ આક્ષેપોની એક એવી આંધી ચઢી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો 14 મિનિટનો લેટેસ્ટ વીડિયો કોઈ સામાન્ય વિવાદ નથી, આ માત્ર ન્યાયની શોધ નથી, પણ એક એવી લડાઈ છે જેમાં ધર્મ, રાજકારણ અને પોલીસ પ્રશાસન ત્રણેયના ગઠબંધન પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવામાં આવ્યા છે. શું આ લોકશાહીમાં સત્યનો અવાજ છે, કે પછી કોઈ મોટા પડદા પાછળનું ગૂઢ સત્ય?

Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ
kirti patel video over indrabharati bapu controversy
| Updated on: Feb 21, 2026 | 1:53 PM
Share

જૂનાગઢમાં ચાલી રહેલા વિવાદે હવે તીવ્ર વળાંક લીધો છે. સોશિયલ મીડિયા પર સતત વીડિયો મૂકી રહેલી કીર્તિ પટેલે ફરી એકવાર 14 મિનિટનો વીડિયો જાહેર કરી પરિસ્થિતિને વધુ ઉશ્કેરી છે. પરંતુ આ વખતના નિવેદનો માત્ર આક્ષેપ નથી તે સીધો સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રહાર સમાન ગણાઈ રહ્યા છે.

આરોપોનો વરસાદ… પરંતુ પુરાવા ક્યાં?

વિડિયોમાં કિર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ગુનાઓ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. આશ્રમના નામે હોટલ ચલાવવાનો દાવો કર્યો. રાજકીય નેતાઓ સાથે નજીકતા બતાવી દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો. પરંતુ મોટો સવાલ એ છે આટલા ગંભીર આરોપો માટે શું કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા? કે માત્ર સોશિયલ મીડિયા પર ઉછાળાયેલા દાવાઓથી જ જનમાનસને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે?

પોલીસ પર સીધી ટક્કર

કિર્તિ પટેલે દાવો કર્યો કે પોલીસે તેમની સામે ખોટા ગુનાઓ દાખલ કર્યા છે અને પરિવારને રાત્રે હેરાન કર્યા છે. સાથે જ તેમણે કહ્યું કે તેમણે ક્યારેય પોલીસને ધમકી આપી નથી. પરંતુ બીજી તરફ પોલીસ તેમને શોધી રહી હોવાની ચર્ચાઓ છે. જો તેઓ નિર્દોષ છે તો સત્તાવાર રીતે તપાસમાં સહકાર આપવો વધુ યોગ્ય નથી? વીડિયો દ્વારા જવાબ આપવો શું કાયદાકીય પ્રક્રિયાથી દૂર ભાગવાની રીત ગણાય?

રાજકીય જોડાણો પર નિશાન પર !

વિડિયોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપીલ કરવામાં આવી કે તેઓ ઇન્દ્રભારતી સાથે ફોટા ન પડાવે. આ નિવેદનથી વિવાદ રાજકીય રંગ લઈ રહ્યો છે. પરંતુ શું કોઈ જાહેર વ્યક્તિ સાથે ફોટો પડાવવું જ દોષ સાબિત કરે છે? કે પછી આ માત્ર રાજકીય દબાણ ઊભું કરવાની રણનીતિ છે?

મૃગિકુંડ મુદ્દે પણ સવાલ !

મૃગિકુંડમાં સ્નાન કરાવવાના મુદ્દે પણ કિર્તિ પટેલે આક્ષેપ કર્યા કે તેઓ શિષ્યા ન હોવાથી વાંધો રાખવામાં આવ્યો. પરંતુ ફરી એકવાર આ દાવાઓના સમર્થનમાં શું કોઈ સ્પષ્ટ પુરાવો છે? આ આખો પ્રકરણ હવે એક પેટર્ન તરફ ઈશારો કરે છે દરેક કાર્યવાહી પછી વધુ એક વીડિયો, વધુ એક આક્ષેપ, શું આ સત્ય માટેની લડત છે કે સતત ચર્ચામાં રહેવાની કોશિશ? જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવવું સહેલું છે, પરંતુ તેની કાનૂની અને સામાજિક અસર પણ એટલી જ ગંભીર હોય છે. જો આરોપો ખોટા સાબિત થાય તો તેની જવાબદારી કોણ લેશે? હાલમાં સમગ્ર મામલો ગરમાયો છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે આ વિવાદમાં માત્ર નિવેદનો નહીં, પુરાવાઓ જ અંતિમ સત્ય નક્કી કરશે. ત્યાં સુધી, પ્રશ્નો વધતા જ રહેશે… અને જવાબોની રાહ પણ.

જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">