AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાનમાં રખડતી વિવાદાસ્પદ કીર્તિ પટેલ આખરે પોલીસના હાથે ચડી

જો કે, જૂનાગઢમાં ત્રણ ત્રણ પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતા, કીર્તિ પટેલ જાણે જૂનાગઢ પોલીસને પડકાર આપતી હોય તેમ સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતી આવી હતી. જો કે, વિવાદાસ્પદ કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસે મોટી રાહત અનુભવી હોવાનું પોલીસ બેડાના સૂત્રોએ જણાવ્યું હતું

Breaking News : રાજસ્થાનમાં રખડતી વિવાદાસ્પદ કીર્તિ પટેલ આખરે પોલીસના હાથે ચડી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2026 | 2:36 PM
Share

જૂનાગઢમાં ભવનાથના મેળામાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા મુદ્દે વિવાદમાં આવેલ મહિલા કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. કીર્તિ પટેલ ઉપર, શિવરાત્રી પર્વ નિમિત્તે, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ મૃગીકુંડમાં સાધુ સંતો સાથે શાહી સ્નાન સમયે ડૂબકી લગાવી હતી. આ ડૂબકીએ કીર્તિ માટે વિવાદ સર્જયો હતો.

Kirti Patel Controversy

Kirti Patel Controversy

કીર્તિ પટેલ નામની મહિલા સોશિયલ મીડિયા થકી સતત કોઈને કોઈ વિવાદમાં રહેતી આવી છે. આ વખતે, જૂનાગઢ ખાતે યોજાયેલ શિવરાત્રીના મેળામાં સાધુ સંતો માટેના શાહી સ્નાન સમયે સાધુ સંતોના ટોળાની વચ્ચે ઘૂસી જઈને મૃગીકુંડમાં સ્નાન કરીને પરંપરાને તોડી હતી. આ ઘટનાએ ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાવી હતી. જેના પગલે, મચેલા હો-હા બાદ, જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશને કીર્તિ પટેલ વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત અન્ય એક ફરિયાદ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આમ કુલ ત્રણ પોલીસ ફરિયાદમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલ પોલીસની પકડથી સતત ભાગતી ફરતી રહી હતી.

દરમિયાન આજે પોલીસ બેડામાંથી બહાર આવેલ વિગતો અનુસાર, વિવાદાસ્પદ કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી છે. જો કે, કીર્તિ પટેલ સુધી જૂનાગઢ પોલીસ કેવી રીતે પહોંચી, ક્યાથી પકડાઈ તે અંગે જૂનાગઢ પોલીસ હાલમાં મગનુ નામ મરી નથી પાડી રહી. પરંતુ પોલીસ દ્વારા કીર્તિ પટેલને પકડવામાં આવી તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ અંગે સમગ્ર મામલે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવશે તેમપોલીસ બેડાના સૂત્રોએ જણાવ્યું હતું.

જો કે, જૂનાગઢમાં ત્રણ ત્રણ પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતા, કીર્તિ પટેલ જાણે જૂનાગઢ પોલીસને પડકાર આપતી હોય તેમ સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતી આવી હતી. જો કે, વિવાદાસ્પદ કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસે મોટી રાહત અનુભવી હોવાનું પોલીસ બેડાના સૂત્રોએ જણાવ્યું હતું

With Input- Vijaysinh Parmar- Junagadh

Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ

Follow Us
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
g clip-path="url(#clip0_868_265)">