કાનુની સવાલ : મહિલા તમારો વાળ પણ વાંકો નહી કરી શકે, આ છે પુરુષોના અધિકાર
જે રીતે વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેવી જ રીતે નવેમ્બર મહિનાની 19 તારીખે ઈન્ટરનેશનલ મેન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે આપણે મહિલાના અધિકારો નહી પરંતુ પુરુષોના કેટલાક એવા અધિકારો વિશે વાત કરીશું જેના વિશે તેમને જાણ હોવી જોઈએ.

ઓફિસ, ઘર સમાજ દરેક જગ્યાએ પુરુષ કામનું બોજ લઈને જોવા મળે છે પરંતુ જ્યારે તેમના પોતાના અધિકારોની વાત આવે છે, ત્યારે તેમનો અવાજ ઘણીવાર દબાઈ જાય છે. પ્રશ્ન એ છે કે, પુરુષો તેમના અધિકારોથી કેટલી હદ સુધી અજાણ છે?

લોકો ઘણીવાર એવું માને છે કે કાનૂની રક્ષણ ફક્ત સ્ત્રીઓ અથવા બાળકો માટે જ છે, પરંતુ સત્ય એ છે કે ભારતીય બંધારણ પુરુષોને સમાન મૂળભૂત અધિકારો આપે છે, જેમ કે જીવન, સ્વતંત્રતા અને મિલકતનો અધિકાર.

પુરુષો પાસે ઘણા મહત્વપૂર્ણ અધિકારો છે જે ઓછા જાણીતા છે. ઉદાહરણ તરીકે, પુરુષો ઘરેલુ હિંસા અને ઉત્પીડનની ફરિયાદો પણ નોંધાવી શકે છે, જે હકીકત ઘણા લોકો જાણતા નથી.

પુરુષોના અધિકારો કૌટુંબિક કાયદાઓમાં પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. જો પતિ આર્થિક રીતે નબળો હોય અને પત્નીની આવક સારી હોય, તો તે કાયદેસર રીતે ભરણપોષણ માંગી શકે છે.

પુરુષોને બાળકોની કસ્ટડીનો સમાન અધિકાર છે, ફક્ત વીકએન્ડ પિતાની ભૂમિકા પૂરતો મર્યાદિત નથી.

પુરુષોને મિલકત વેચવાનો, વૈવાહિક મિલકતમાં હિસ્સો મેળવવાનો અને ખોટા જાતીય સતામણી અથવા દહેજના આરોપો સામે ફરિયાદો નોંધાવવાનો પણ અધિકાર છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટે આ મુદ્દા પર મજબૂત વલણ અપનાવ્યું છે, પુરુષોની સલામતીને સમાન મહત્વ આપ્યું છે.

બંધારણની કલમ 15 લિંગના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. આનો અર્થ એ છે કે, કાયદો પુરુષો અને મહિલાઓ બંનેને સમાન રક્ષણ પૂરું પાડે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 406 જેવા ઘણા કાયદા સંપૂર્ણપણે લિંગ-તટસ્થ છે અને દરેકને લાગુ પડે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
