કાનુની સવાલ : પર્સનાલિટી રાઈટની સુરક્ષા માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચી શિલ્પા શેટ્ટી, જાણો શું છે આને લઈ કાનુન
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટેનો દરવાજો ખટખટાવ્યો છે. તો ચાલો જાણીએ આ આખો કેસ શું છે. તેમજ આને લઈ કાનુન શું કહે છે.

બોલિવુડ અભિનેતા શિલ્પા શેટ્ટીએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. જેમાં તેમણે પોતાની પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષાની માંગ કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમની ઈમેજ પ્રત્યે વધુને વધુ ગંભીર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટાનો વારંવાર દુરુપયોગ થાય છે, જેના કારણે તેઓ તેમના પર્સનાલિટી રાઈટ્સ માટે હાઇકોર્ટનો સંપર્ક કરે છે. આ જ કારણ છે કે ,શિલ્પા શેટ્ટીએ પણ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ચાલો સમગ્ર કેસ વિસ્તારથી જાણીએ.

શિલ્પા શેટ્ટીએ કેસ દાખલ કર્યો છે કે,સોશિયલ મીડિયા વેબસાઈટ પર તેના નામ અને તેના ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો પ્રમોશન માટે કોઈ પરવાનગી વગર તેના ફોટોનો ઉપયોગ કરી રહ્યા છે. અભિનેત્રીનો ફોટો અને વીડિયો મોર્ફ કરી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે,તેને આનાથી પૈસાનું પણ નુકસાન થાય છે સાથે અમારી ઈમેજ પર પણ અસર પડે છે.

તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી પહેલા પણ અનેક બોલિવુડ સ્ટાર પર્સનાલિટી રાઈટ્સને લઈ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી ચૂક્યા છે. શિલ્પા શેટ્ટી પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને ઋતિક રોશન જેવા દિગ્ગજ સ્ટાર હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી ચૂક્યા છે.

હવે આપણે જાણીએ કે, આ પર્સનાલિટી રાઈટ્સ શું છે. પર્સનાલિટી રાઈટ્સ એક એવો અધિકાર છે. જેના હેઠળ તમને અધિકાર મળે છે કે, તમારો ફોટો, વીડિયો, નામ, અવાજ, સિગ્નેચર, કેચ ફ્રેઝ તેમજ હાવભાવનો ઉપયોગ કોઈ કરી શકતું નથી.

પર્સનાલિટી રાઈટ્સ માટે અલગ કોઈ કાનુન અત્યાર સુધી નથી. તેમનું રક્ષણ ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં સમાવિષ્ટ છે, જે ગોપનીયતા અને ગુપ્તતાના અધિકાર સાથે સંબંધિત છે. વ્યક્તિત્વ અધિકારો 1957ના કોપીરાઇટ કાયદા હેઠળ પણ સુરક્ષિત છે. આ કાયદા મુજબ, નૈતિક અધિકારો ફક્ત લેખકો અને કલાકારોને જ ઉપલબ્ધ છે, જેમાં અભિનેતાઓ, ગાયકો, સંગીતકારો અને ડાન્સનો સમાવેશ થાય છે.

આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી કોર્ટ મનાઈ હુકમ જાહેર કરી શકે છે અને નુકસાન અને દંડ પણ ફટકારી શકે છે. આનો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિના નામનો પરવાનગી વિના વ્યાપારી રીતે ઉપયોગ કરવામાં આવે છે, તો કાર્યવાહી કરી શકાય છે.પરવાનગી વિના જાહેરાત અથવા અન્ય પ્રમોશનલ સામગ્રીમાં વ્યક્તિના ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકાતો નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
