કચ્છનું રણ
કચ્છનું રણ દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણપ્રદેશ છે. જેનો મોટો ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે અને અમુક ભાગ પાકિસ્તાનના સિંધની દક્ષિણ છેડે આવેલો છે. તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ.
આ રણ 27,300 ચો.કિ.મી વિસ્તારમાં ફેલાયેલું છે. ભુજ શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું કચ્છનું સફેદ રણ છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન રણોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ દરમિયાન, ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આ વિશાળ સફેદ રણ જોવા ઉમટી પડે છે. અહીં સૂર્યાસ્ત અને સફેદ રણમાં ચમકતા ચંદ્રને જોવાની મજા જ કંઇક અલગ છે.